Business News : ગુજરાતમાં સાંધી સિમેન્ટના કપરા દિવસો આવ્યા છે તેવુ લાગે છે. કારણ કે, સાંધી સિમેન્ટે 150 કરોડની નાદારી નોંધાવી છે. સાથે જ અનેક સપ્લાયરોએ કંપની સાથે આર્થિક વ્યવહારો બંધ કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ વચ્ચે મોટા સમાચાર એ છે કે, તેના પ્રમોટરની ધરપકડ થઈ શકે છે. સાંધી સિમેન્ટ પર ખોટી રીતે બેંક ગેરેન્ટી વટાવ્યાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, આઈએમઆર, વીસા, બાલાજી માલ્ટઝ, ટ્રાફિગુરા, ડીબી ટ્રેડલિંક જેવા ચાવીરૂપ સપ્લાયરો સામે પેમેન્ટમાં સાંધી સિમેન્ટે નાદારી દર્શાવી છે. કંપનીએ આ તમામ સપ્લાયરોને 150 કરોડ ચૂકવવાના બાકી છે. હાલ કંપનીએ આ તમામ સપ્લાયર સાથે આર્થિક વ્યવહારો બંધ કરી દીધા છે. 


સાંધી સિમેન્ટ સામે સપ્લાયરોની બેંક ગેરેન્ટી ખોટી રીતે વટાવી લેવાનો આરોપ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાતના જખૌ બંદરથી આયાત કરાતા કોલસા સીધા જ સાંધીના સિમેન્ટ પ્લાન્ટમાં મોકલી દેવાય છે. જે માટે પોસ્ટ ડેટેડ ચેકથી સપ્લાયરોને પેમેન્ટ કરાય છે. પરંતુ સામે આવ્યુ છે કે, કોલસાની ડિલીવરી લીધા બાદ સાંધી સિમેન્ટ બેંક સાથે સાંઠગાંઠ કરીને ચેક રિટર્ન કરે છે. ચેક બાઉન્સ થવો એ ગુનો હોવા છતાં આ કામગીરી થઈ રહી છે. 


આ પણ વાંચો : 


લોકસભા માટે પાટીલ હવે કંઈક નવુ કરશે, વિધાનસભા ચૂંટણી કરતા પણ ખાસ હશે


દોમ દોમ સાહ્યબી હતી, સત્તા જતા આ નેતાઓની સુરક્ષા પાછી લેવા ગાંધીનગરથી આદેશ છૂટયો


તો બીજી તરફ પેમેન્ટ ન મળતા સપ્લાયરોએ આકરા પાણીએ આવ્યા છે. જ્યાં સુધી પૂરેપુરુ પેમેન્ટ ચૂકવવામા ન આવે ત્યાં સુધી કોલસો સપ્લાયના નામે રહેશે તેવું જણાવ્યું છે. આ પ્રકારની ફરિયાદો વધતા સપ્લાયરોએ સાંધી સિમેન્ટ સામે કેસ કર્યો છે. જેથી ગુજરાતની આ ટોચની ઈન્ડસ્ટ્રીઝ સામે થશે ગમે ત્યારે કાર્યવાહી થઈ શકે છે. 


હાલ માર્કેટમાં એવી ચર્ચા છે કે, સાંધી સિમેન્ટ ભાંગી પડી છે. આવામા સાંધીના પ્રમોટરની ધરપકડની શક્યતા પણ માર્કેટમાં ચાલી રહી છે. 


આ પણ વાંચો : 


આ તો ગરમીનું ટીઝર છે, અસલી ગરમી તો આ દિવસથી પડશે, જાણી લો નવી આગાહી


‘હું અમદાવાદ છું, આજે મારો 612 મો જન્મદિવસ છે’