Kutch News નિધિરેશ રાવલ/કચ્છ : મહિલાઓ માટેની અનેક પ્રવૃત્તિઓ અને અંધવિશ્વાસથી ઉપર ઉઠી ખરા અર્થમાં મહિલા ઉત્કર્ષનુ કાર્ય અંજાર તાલુકાના નાનકડા નગાવલાડીયામા થઈ રહ્યુ છે. મહિલા દિને ગામમા જ સસ્તુ અને સારી કવોલિટીનુ સેનેટરી પેડ મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. અને તેના લોકાર્પણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નગવલાડીયા ખાતે સેનેટરી પેડ મશીનના ઉદ્ઘાટનનો કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગવલાડીયા ગ્રામ પંચાયતના સરપંચ દેવઈબેન કાનગડ, ડો. અંજારીયા, અરજણભાઈ કાનગડ, વિરજીભાઈ સુથાર, રતનબેન કાનગડ, જશુમતીબેન કાનગડ, પલવીબેન અને ગામના મહિલા, યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : 


ભારતની ડિગ્રી હવે ઓસ્ટ્રેલિયામાં પણ ચાલશે, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળશે


કચ્છના ગ્રામ્ય વિસ્તારોમા પ્રથમ શરૂ થયેલા આ સેનેટરી પેડ મશીનમા એક રૂપિયો નાંખવાથી સેનેટરી પેડ નીકળશે. એક પ્રકારના એટીએમ મશીન જેવુ જ મશીન પીએચસી સેન્ટર બહાર મુકવામા આવ્યું છે અને આ મશીનમા ટોકનરૂપે એક રૂપિયો નાંખીને ગમે તે સમયે સેનિટેશન પેડ મેળવી શકાશે. 


ગ્રામ્ય વિસ્તારોમાં મહીલા યુવતીઓ સંકોચ અને શરમને કારણે સેનિટેશન પેડ ખરીદવા જતા નથી અને તેના કારણે અનેક બીમારી અને તકલીફો વેઠે છે. તેના નિરાકરણ માટે ગ્રામ પંચાયત દ્વારા આ અનોખી પહેલ કરી છે. નગાવલાડીયા પીએચસી સેન્ટર બહાર રાખવામાં આવેલુ આ મશીનમા 24 કલાક સેનેટરી પેડ ઉપલબ્ધ રાખવામાં આવશે અને પીએચસી સેન્ટર દ્વારા જ તેનુ સંચાલન કરવામાં આવશે. આ પેડની કિંમત વધુ છે, જેથી વધારાનો ખર્ચ નિલકંઠ ગૃપ દ્વારા ઉઠાવવામાં આવશે.


આ પણ વાંચો : 


મેચ પહેલા નમો સ્ટેડિયમમાં અદભૂત નજારો, બંને PM રથમાં સવાર થઈને ગ્રાઉન્ડમાં ફર્યાં