નવનીત દલવાડી/ભાવનગર : પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનની તમામ ટ્રેઇનોમાં રેલ્વે તંત્ર દ્વારા કોરોના વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી સાફસફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ કર્મીઓ માસ્ક પહેરી ખુબજ સાવધાની પૂર્વક કેમિકલથી ટ્રેઇનના દરેક ભાગની સફાઈ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા મહત્વના પગલાંઓ ભરાઈ રહ્યા છે, ભારતમાં પણ આ વાયરસે પગ પેસારો કરી દીધો છે ત્યારે તેની સંભવિત અસરોને રોકવા સાવધાની જરૂરી બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યસભા: અમારા ધારાસભ્યોનાં રાજીનામા માત્ર અફવા હોવાનો અમિત ચાવડાનો દાવો


જ્યાં મોટી સંખ્યા માં લોકો અવરજવર કરતા હોય તેવા સ્થળોએ થી વાયરસનો ફેલાવો વધી શકે છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વના પગલાંઓ ભરાઈ રહ્યા છે, ભાવનગર ડિવિઝન દ્વારા પણ કોરોના ની સંભવિત રોકવા માટે તમામ ટ્રેઇનો માં સાવધાની પૂર્વક સફાઈ હાથ ધરવામાં આવી રહી છે, ટ્રેઇનો માં લોકોનો સૌથી વધુ સ્પર્શ થતો હોય તેવા તમામ ભાગોની કેમિકલ અને પાણી વડે સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ કર્મીઓ માસ્ક પહેરી ગાડીના હેન્ડલ, બારીઓ અને જ્યાં પણ લોકોનો વધારે સ્પર્શ થતો હોય એવી તમામ જગ્યાઓને ખૂબ જ ચીવટ પૂર્વક સાફ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube