કોંગ્રેસને ફરી ઝટકો! સંખેડાના પૂર્વ ધારાસભ્ય ફોજ લઈને BJPમાં જોડાયા, પાટીલના હસ્તે કર્યો કેસરિયો
સંખેડા વિધાનસભા બેઠકનાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરીયો ધારણ કરી દીધો છે. પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ભીલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો.
ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભા 2024ની ચૂંટણી પહેલા તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ભાજપે અત્યારથી ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ પક્ષનાં વધુ એક પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસને રામરામ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. નસવાડીના કેશરપુરા ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે, તેમની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાયા છે.
રડી જશો એવી છે સ્ટોરી! ગુજરાતી દીકરીને ડોક્ટર બનવું હતું અને ફીના રૂપિયા નહોતા..'
સંખેડા વિધાનસભા બેઠકનાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરીયો ધારણ કરી દીધો છે. પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ભીલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસનાં કાર્યકરો તેમજ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આવનાર લોકસભાની ચૂંટણી પહેલા હજુ પણ કેટલાક કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્યો ભાજપમાં જોડાવાની શક્યતા છે.
મોદી જાપાનમાં હશે ત્યારે 'દાદા' સંભાળશે કમાન, 5 વર્ષ બાદ ભૂપેન્દ્ર પટેલને મળી તક
નોંધનીય છે કે, ફરીવાર ભાજપના મોટા કદના નેતો મેદાને પડી સંખેડા વિધાનસભામાં કૉંગેસનું અસ્તિવ મિટાવવા ધીરુભાઈ ભીલને ભાજપમાં જોડવા પ્રયાસો હાથ ધરાયા હતા. વર્ષોથી કોંગ્રેસ બચાવી રાખનાર ભાજપનું ખેસ ધારણ કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી, પરંતુ તે આજે સાચું પડ્યું છે અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાતા કોંગ્રેસના બીજા કેટલાક નેતા મુંજવણમાં મકાયા છે. હાલ તો દૂધ અને દહીંમાં પગ મુકનાર નેતાઓ મુંજવણમાં મુકાયા છે. હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તાલ મેલ બેસે છે કે કેમ તે જોવાનું રહ્યું.
કોણ છે આ ગુજરાતી નટવરલાલ! 3 રાજ્યના MLAને મંત્રી બનવાના સપનાં દેખાડ્યા, 56ની છાતી..!
નોંધનીય છે કે, ધીરુભાઈ ભીલ 1995માં અપક્ષ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ 1998માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2002માં ફરી તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમને હાર મળી હતી. ત્યાર બાદ 2007માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ બાદ 2012માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિ.માં બે જ ચર્ચા 'ભીમાણી' અને 'ભ્રષ્ટાચાર'! ACBમાં થયેલી અરજીની તપાસ..!
ઉલ્લેખનીય છે કે 2017માં તેઓ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. આમ છઠ્ઠી વાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 4 વાર જીત મેળવી છે જયારે 2 વાર ટેવોની હાર નો સામનો કરવો પડ્યો છે.