તમારું બાળક તો આ સ્કૂલમાં નથી ભણતું ને! પ્રિન્સિપાલે દુષ્કૃત્યોના વીડિયો દેખાડી બાળકોનું કર્યું શારીરિક શોષણ
મહાનગરપાલિકાના કમિશનર બંછા નિધિ પાનીએ સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
તેજસ મોદી/સુરત: સુરતમાં મનપા સંચાલિત સંત શ્રી બજરંગદાસ બગદાણાવાળા પ્રાથમિક શાળા ક્રમાંક 300ના દુષ્કૃત્યોના વીડિયો દ્વારા બાળકોનું શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે આટલા ગંભીર મામલામાં પણ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી તપાસ કમિટીના નામે જવાબદાર આચાર્યને બચાવવાનો પ્રયાસ કરાતો હોવાનું સામે આવ્યું છે.
મહાનગરપાલિકાના કમિશનર બંછા નિધિ પાનીએ સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા લગભગ ત્રણ મહિના અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવાની વાત પણ કરવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા! ભારતી આશ્રમના મહંત કોરોના સંક્રમિત
જોકે મીડિયામાં સમગ્ર મામલો આવતા જવાબદાર આચાર્ય નિશાંત વ્યાસની પહેલા બદલી કરવામાં આવી હતી. બાદમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ કરવા બાબતે કોઈપણ નિર્ણય લેવાયો નથી કમિશનરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ ફરિયાદ કરવા અંગે કોઈપણ નિર્ણય લેવાશે.
ગીર સોમનાથના નાનકડા ગામડામાં અડધી રાત્રે એવું તે શું બન્યું કે અચાનક દિવાળી જેવો માહોલ સર્જાયો
મહત્વનું છે કે સમગ્ર ઘટનાનો જે વિડિયો સામે આવ્યો હતો, તેમાં બાળકો સાથે વિકૃત ઘટના બની છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે શા માટે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube