સારસા ધર્મ સંમેલન: સંત સમાજ દ્વારા CAAને સમર્થન, રૂપાણીએ કહ્યું, રાજસત્તા કરતાં ધર્મ સત્તાને વધુ મહત્વ આપીએ છીએ
ગુજરાતમાં પ્રથમવાર સારસા ખાતે અખિલ ભારતિય સંત સમિતિની બેઠક મળી હતી તેમા ત્રણ પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆતમાં સંતોની કમિટી દ્રારા ત્રીજીવાર માટે અવિચલદાજી મહારાજને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારે બાદ ત્રણ પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.
ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં પ્રથમવાર સારસા ખાતે અખિલ ભારતિય સંત સમિતિની બેઠક મળી હતી તેમા ત્રણ પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆતમાં સંતોની કમિટી દ્રારા ત્રીજીવાર માટે અવિચલદાજી મહારાજને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારે બાદ ત્રણ પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તેમણે ભારત દેશના આ સ્થાનનો શ્રેય સંતોના તપ અને આશીર્વાદને આપ્યો હતો.
અખિલ ભારતીય સંત સમુદાયના પ્રમુખ તરીકે ત્રીજીવાર અવિચલદાસજી મહારાજની વરણી થઇ હતી. આ પ્રસંગે દેશની અલગ અલગ ધાર્મિક સંસ્થાના ગાદી પરંપરરાના સંતો હાજર રહ્યા હતા અને મહારાજ અવિચલદાસજીની રજત તુલા કરાવવામાં આવી હતી. પોતાને અધ્યક્ષ પદ સોપવા અંગે અવિચલદાસજી મહારાજે કહ્યુ કે સંત સમાજની એકતા તેમની પ્રાથમિકતા રહેશે. તેઓ માત્ર સંત સમાન નહી પણ અન્ય સમાજની ચિતા કરશે. ખેડૂતોની આત્મહત્યા અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે દેવા માફીએ ખેડૂતોની આત્મહત્યાનો ઉપાય નથી. તેનો ઉપાય સંત સમાજ પાસે છે જો ખેડૂત ગાયનુ પાલન કરશે અને ભારતીય પધ્ધતિથી ખેતી કરશે તો તેની તમામ સમસ્યાઓનુ સમાધાન થશે.
વિરાટ ધર્મસંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા તેમણે કહ્યુ કે આજે અવિચલદાસજી મહારાજની દિશાની સુવર્ણ જયંતી તેમણે 18 વર્ષે દિક્ષા લઇ પોતાના પરિવાર છોડી સંસાર છોડી સમાજનું ઉત્થાન થાય એ વિચાર કર્યો છે. તેમણે ઉમેર્યુ કે દિક્ષા હિન્દુ ધર્મની ઉજ્જવળ પરંપરા છે. જેમને દિક્ષા લીધી એને સંત મહાત્મા કહેવાય, ઇશ્વરની સમિપ જાય એવા સદાચારી સમાજની વ્યવસ્થા બને તેવી અપીલ કરી હતી. વિજય રૂપાણીએ હિન્દુ ધર્મ એ વિશ્વને કુ્ટુંબ માનવા વાળા ગણાવ્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યુ કે માનવ સમાજના કલ્યાણ માટે હિન્દુ સમાજે કાર્યો કર્યા છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિ ચિરંજીવી છે, જેમના મૂળમાં અનેક સંતોના જીવનના તપ અને બલિદાન છે. રાજસત્તા કરતાં ધર્મ સત્તાને વધુ મહત્વ આપીએ છીએ. ગુજરાતનું સદભાગ્ય છે કે અવિચલદાસજી જેવા અનેક સંત આપ્યા છે. આપણું ગુજરાત ઉજળુ અને અધ્યાત્મિક આવા સંતોને લીધે છે. લોકો સેવાના કાર્ય કરે એવા સંપ્રદાયનુ નેતૃત્વ અને કાર્ય કર્યું છે. સમગ્ર ગુજરાતની જનતાવતી દિક્ષાના ૫૦ વર્ષ નિમિત્તે વંદન કરૂ છું. તેમનું બાકીનું જીવન સમાજના કાર્ય માટે દૈદીપ્ય માન બની રહે તેવી પ્રાર્થના કરું છું.
ધર્મ સંમેલનમાં વિજય રૂપાણીએ રાજકારણને આટોપી લીધુ તેમણે કહ્યું કે હિન્દુ ધર્મના લોકો વર્ષોથી અપેક્ષા હતી કે રામ મંદિર બને પણ અનુકૂલ સરકાર ન હતી. આજે કાશ્મીરમાં ૩૭૦ની કલમ દુર કરી. વર્ષોથી રામ મંદિરની રાહ જોવાતી હતી, તે અયોધ્યામાં રામ મંદિરનું સ્વપ્ન હવે પુર્ણ થવાનું છે. સીએએનો કાયદો કોઇનું નાગરીકત્વ લેવા માટે નથી, બંગ્લાદેશમાં અનેક હિન્દુ મહિલા પર સામુહિક દુષ્કર્મ થયું.
અફઘાનીસ્તનમાં બુધ્ધની પ્રતિમાને ખંડિત કરાઇ હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડી પાડાયા છે. તે દેશના હિન્દુ પિડિત લોકો દેશમાં આવ્યા તેમને શરણ આપવાની વાત છે. હિન્દુ સંત સમાજને વંદન કે તેમણે મોદી અને શાહની વાતને સમર્થન આપ્યું તેમણે ઉમેર્યુ કે આવા સમયે અવિચલદાસજી મહારાજનું તપ આપણને તેજસ્વી બનવા પ્રેરકરૂપ બનશે.
ધર્મ સંમેલનમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં આવી કોઇ ધર્મસભા નહી હોય ભારત સાધુ સંતોના તપ અને આશીર્વાદથી ટક્યું છે. અમારા કરતાં મોટી ગાદી સંતોની છે. અમારી ગાદી કોઇ દિવસ અવિચલ ન થાય તેવા આશીર્વાદ આપો. ૩૭૦ ની કલમ દુર કરી દુશ્મન દેશ આપણી સામે નજર ઉંચી ન કરે એવી સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી હતી. પૂર્વ સરકાર પર જીતુ વાધણીએ કર્યા પ્રહાર પહેલાંની સરકાર ભગવાન ન હતા એવા સોગંધનામા સુપ્રીમ કોર્ટમાં કરતા હતા. આજની સરકારે ભગવાન રામ છે તેવા સોગંધનામા કર્યા છે. સીએમના કાયદા સંહિતના અન્ય કાયદાઓ ભારતવર્ષને આગળ લઇ જવા માટે નરેન્દ્ર મોદીએ બનાવ્યા.
સંત સમાજ દ્વારા સીએએ કાયદાને સમર્થન જાહેર કરવામાં આવ્યુ આ મુદ્દે અવિચલદાસજી મહારાજે કહ્યુકે સંત સમિતિની જ આવા કાયદાની માંગણી હતી ધુસણખોરી બંધ થાય અને તેમને ઓળખીને તગેડી મુકવામાં આવે પાડોશી દેશોના હિન્દુઓને શરણાર્થી તરીકે સ્વિકારવામાં આવે.
રાજ્યમાં થયેલા નવજાત શીશુઓના મોતન લઇને રાજકારણ ગરમાયુ છે. રાજસ્થાન સરકાર પર પ્રહારો કરતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાતમાં થયેલા બાળકોના મોતને લઇને બચાવની ભુમિકામાં જોવા મળ્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યુ કે આ ઘટના મુદ્દે રાજકારણ ન હોવું જોઇએ. આ સંવેદનાનો વિષય છે જ્યારે કોઇ પણ ઘટના બની હોય ત્યારે તેની તપાસ થતી હોય છે.
આપણા રાજ્યમાં હોય કે અન્ય રાજ્યમાં તમામ બાળકો રક્ષીત અને સુરક્ષિત રહે. આવું ક્યારેય ન બને તે ઘટનામાંથી આપણે શીખ લેવી પડે. આ કોઇ સમાચારનો વિષય નથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બને તે માટે સમાજ અને તંત્ર જોડાય. તેમણે ઉમેર્યુ કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે. અખિલ ભારતીય સંત સમાજના પ્રમુખ અવિચલદાસજી મહારાજે કહ્યુ કે આ ખુબજ દુખદ ઘટના છે બાળ મૃત્યના કારણોની તપાસ થવી જોઇએ માધ્યમોના સહારે સરકારને સંદેશ આપવા માંગુ છુ કે આવી ઘટનાઓ ગુજરાતમાં ન બનવી જોઇએ.