Saraswati River : ભારતના નક્શામાંથી ગાયબ થયેલી સરસ્વતી નદીના ગુજરાતમાં મળ્યા મોટા પુરાવા
Saraswati River : સરસ્વતી નદીના પુરાવા અંગે મોટો પુરાવો હાથ લાગ્યો છે. સરસ્વતી નદીના તાર ગુજરાત સુધી જોડાયા છે. સરસ્વતી નદીને શોધવાનું કામ કરતી ટીમને હરિયાણા બાદ ગુજરાત અને રાજસ્થાનમાં સરસ્વતી નદીના પુરાવા મળ્યા
Ran of kachchh : કેન્દ્રમાં અનેક સરકારો બદલાઈ, પરંતું સરસ્વતી નદીના મૂળ હજી સુધી નથી શોધાયા. ભારતના નક્શામાંથી લુપ્ત થયેલી સરસ્વતી નદીને શોધવા માટે અનેક સરકારોએ પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા, પરંતુ નિષ્ફતા જ હાથ લાગી છે. સરસ્વતી નદીના અસ્તિત્વ વિશે કોઈ પુરાવા ન હોવાને કારણે તે પ્રૉજેક્ટને આગળ લંબાવવામાં નથી આવ્યા. ત્યારે સરસ્વતી નદીના પુરાવા અંગે મોટો પુરાવો હાથ લાગ્યો છે. સરસ્વતી નદીના તાર ગુજરાત સુધી જોડાયા છે. સરસ્વતી નદીને શોધવાનું કામ કરતી ટીમને હરિયાણા બાદ ગુજરાત અને રાજસ્થાનમાં સરસ્વતી નદીના પુરાવા મળ્યા છે. ત્યારે આ ટીમ ગુજરાતમાં આવીને પુરાવા એકત્રિત કરશે.
કચ્છના રણમાં વહેતી હતી સરસ્વતી નદી
સરસ્વતી હેરિટેજ વિકાસ બોર્ડ હવે રાજસ્થાન અને ગુજરાતમાં સરસ્વતી નદીના ટ્રેકની શોધ કરશે, જેના માટે બોર્ડે રેકોર્ડ પણ એકઠા કર્યા છે. આ વિશે બોર્ડના ઉપ ચેરમેને ધુમ્મસિંહ રિચમિચના નેતૃત્વમાં એક એક ટીમ બંને પ્રદેશોમાં પહોંચશે. ધુમ્મનસિહે જણાવ્યું કે, વૈદિક કાળમાં જે સરસ્વતી નદી વહેતી આવી છે, તેના ક્ષેત્રનો મુખ્ય અંતિમ ભાગ ગુજરાતના કચ્છના રણમાં હોવાનું માનવામાં આવે છે. કારણ કે, રણ ઓફ કચ્છ જ્યાં સરસ્વતી નદી ખાડીમાં વહેતી હતી. ત્યાં ધોળાવીરા હેરિટેજ સાઈટ આવેલી છે. અહીં એ સભ્યતા મળી છે, જે 10 હજાર વર્ષ જૂની હતી. જે સરસ્વતી નદીના તટ પર વસેલી હોવાનું કહેવાય છે. ધોળાવીરા સૌથી પ્રાચીન માનવ સભ્યતા હોવાનું કહેવાય છે.
અંબાલાલ પટેલે ચોખ્ખેચોખ્ખું કહ્યું : નવું વર્ષ છોડો, ઉત્તરાયણ પર પણ માવઠું વિલન બનશે
આ ટીમ ધોળાવીરા જઈને નિરીક્ષણ કરશે અને ત્યાંથી કેટલાક સેમ્પલ મેળવશે. જેના પર બાદમાં રિસર્ચ કરવામા આવશે. આ ટીમ ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં લોથલમાં પણ જઈને સરસ્વતી નદીને રેકોર્ડ વિશે તપાસ કરશે. ત્યાઁથી જેટલી પણ માહિતી મળશે તેને એકઠી કરાશે.
70 ટકા સભ્યતા સરસ્વતીના કાંઠે વસતી હતી
આ તમામ સેમ્પલને એકઠા કરીને દહેરાદૂનની ઈન્સ્ટિટ્યૂટમાં ટેસ્ટ કરવામાં આવશે. ધુમ્મનસિંહે જણાવ્યું કે, આજ સુધી દેશમાં જેટલી પણ પ્રાચીન પુરાતત્વિક સભ્યતા મળી છે, તેમાંથી 70 ટકાથી વધુ સરસ્વતી નદીની કિનારે ચાલતી ચેનલ પર મળી છે. તેથી આ સભ્યતાઓના નામ સરસ્વતી સિંધુ સભ્યતા આપવામાં આવ્યા છે. સરસ્વતી બોર્ડ સતત તેના પર રિસર્ત કરી રહ્યું છે. અત્યાર સુધી અમે હરિયાણાના આદિ બદ્રીથી લઈને સિરસાના ઓટુ હેડ સુધી સરસ્વતી નદીના વહેણને શોધ્યું છે. હવે આગળના પ્લાનિંગ પર કામ કરી રહ્યાં છે. જેથી રાજસ્થાન અને ગુજરાત વિસ્તારને શોધીશું.
ચૌહાણ પરિવારના વ્હાલસોયા દીકરાનો હાર્ટ એટેકે જીવ લીધો, પિષુયને હોસ્ટલમાં મોત આવ્યું
સરસ્વતી નદીના પુરાવા વિશે માન્યતા
સરસ્વતી નદીના અસ્તિત્વ વિશે એક સદી કરતાં વધુ સમયથી ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને ભૂસ્તરશાસ્ત્રીઓની વચ્ચે વાદ રહ્યો છે. વિરોધાભાસી માન્યતા, પુરાવા અને સંશોધનો પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. સરસ્વતી નદીના અસ્તિત્વ ઉપરથી પડદો ઊંચકાય તો હડપ્પા અને વૈદિક સંસ્કૃત્તિની સીમાઓ વિશે માહિતી મળી શકે. હાલમાં એવી માન્યતા પ્રવર્તમાન છે કે તે પૂર્વ અફઘાનિસ્તાનથી લઈને સિંધુ અને ગંગા-યમુનાના વિસ્તારમાં ફેલાયેલી હતી.
અન્ય માન્યતા
બૌદ્ધિકો દ્વારા સરસ્વતી નદીના અસ્તિત્વને પુરવાર કરવા માટે ઋગવેદને ટાંકવામાં આવે છે. જેના વર્ણન મુજબ, સરસ્વતી ખૂબ જ ભવ્ય નદી હતી, જે પહાડોમાંથી નીકળતી અને સાગરમાં જઈને મળતી. તેમના મતે, સરસ્વતીએ વાસ્તવમાં નદીના બદલે દેવીસ્વરૂપ વિવરણ છે. અન્ય કેટલાક નિષ્ણાતોના મતે સરસ્વતી નદી વાસ્તવમાં હાલની સિંધુ નદી હોઈ શકે છે. વર્તમાન સમયમાં હરિયાણામાં સરસ્વતી નામથી નદી વહે છે, પરંતુ તેનું ઉદ્દગમસ્થાન પહાડોમાં નથી અને તે દરિયા સુધી પહોંચતી પણ નથી. 'ઘગ્ગર' નદી સાથે તેનું જોડાણ બહુ પ્રાચીન નથી. તેને રણમાં ઠલવાતી 'હકરા' નદી સાથે જોડવામાં આવે તો પણ તે સરસ્વતી નદી ન હોઈ શકે.
મહાભારતની આ કહાની જાણીને રુંવાડા ઉભા થઈ જશે, એક પાંડવે મજબૂરીમાં કર્યુ હતું આ