જયેશ દોશી/નર્મદા: જિલ્લામાં કેવડીયા નજીક નવાગામ ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં પ્રથમવાર ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 134.08 મીટરને પાર થઇ ગઈ છે ત્યારે હજુ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેમના 23 ગેટ 3.5 મીટર ખોલી 5,71,131 પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. જ્યારે મેઈન કેનાલમાં 15,080 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, હાલની પરિસ્થિતિએ જોતા આગામી 5 સપ્ટેમ્બર પહેલા નર્મદા બંધ 138.68મીટર સુધી ભરાઈ જશે એવો આશાવાદ નર્મદા નિગમના અધિકારી પણ કરી રહ્યા છે. સાથે આ સપાટી વધારવામાં જે પણ સુરક્ષામાટે જાળવણી કરવાની છે તેની કાળજી રાખવામાં આવી રહી છે.


વડતાલ ગાદીના વિવાદનો આવશે અંત, આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે થશે સમાધાન


સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 ઓક્ટોબર 2018ના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મુકાયું ત્યારથી અત્યાર સુધી 21.60 લાખ પ્રવાસીઓ આવ્યા અને હવે રહેવાની ફરવાની અને 30 જેટલા પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા બાદ રોજના 50 હજાર પ્રવાસીઓની કેપેસિટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે બાબતે સમગ્ર ટીમ કામે લાગી છે.


ગુજરાતના આ સ્થળે છે 1251 કિલો મરક્યુરીમાંથી બનેલુ વિશ્વનું એક માત્ર ‘શિવલિંગ’


હાલ ટાઈમ્સ મેગેઝિને જેમાં વિશ્વના 100 પ્રખ્યાત સ્થળમાંનું એક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે 30 પ્રોજેક્ટો લોંન્જ કરશે ત્યાર બાદ વિશ્વના 10 ટોપ સ્થળોમાંનું એક સ્ટેચ્યુ બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.


જુઓ LIVE TV :