ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, આટલા ક્યૂસેક પાણી છોડાયું
ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમ (Narmada Dam) ની સપાટી 120.66 મીટરે પહોંચી ગઇ છે
જયેશ દોશી/ નર્મદા: ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમ (Narmada Dam) ની સપાટી 120.66 મીટરે પહોંચી ગઇ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ (Heavy Rain) બાદ સરદાર સરોવર ડેમમાં નવા નીર આવતા હાલ 4587 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
લાંબા વિરામ બાદ મેઘરાજાએ ગુજરાતમાં (Gujarat Rain) એન્ટ્રી મારી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત અનેક જગ્યાઓ પર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેના પગલે નદીઓમાં પાણીની આવક સતત વધતી જઇ રહી છે. ઉપરવાસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. ત્યારે હાલ નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો:- ભાદરવી પૂનમ પર માં અંબાના દર્શને જતા પહેલા આ સમાચાર વાંચી લો, મંદિર ટ્રસ્ટે લીધો આ નિર્ણય
ઉપરવાસમાંથી 4820 ક્યુસેક પાણીની આવક આવક થતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.66 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં હાલ 5037.57 MCM લાઈવ સ્ટોરેજનો જથ્થો છે. જો કે, નર્મદા ડેમમાંથી હાલ 4587 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube