જયેશ દોશી, નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. ત્યારે હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જો કે, ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર વિક્રમજનક પાણીની આવક થઇ છે. જેને લઇને નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેમાંથી 8 લાખ 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ જિલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ દ્રારા જિલ્લાનાં 23 ગામોને  એલર્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પોલીસ કર્મચારીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરેઃ DGP શિવાનંદ ઝાનો પરિપત્ર


હાલ ડેમમાં 5150.40 એમસીએમ લાઈવ સ્ટોરેજનો જથ્થો સંગ્રહ થયો છે. તો આવક વધુ રહે તો 1 કલાકમાં જ  ડેમમાંથી 10 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની શકયતા રહેલી છે. નર્મદા નિગમની નિગમની વડોદરા ખાતે આવેલ ડેમ અને પાવર હાઉસ સર્કલ ઓફિસ દ્રારા આ પત્ર જાહેર કરાયો છે. આ બાદ નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. ત્રણેય જિલ્લા કલેકટરને આ અંગે સાબદા કરાયા છે અને શક્યતા વ્યક્ત કરાઈ છે કે, ગરુડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 30.5 મીટર સુધી પહોંચી શકે છે.


આ પણ વાંચો:- દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, ટ્રેનના શૌચાલયમાં ઝડપાઇ દારૂની બોટલો


તો બીજી તરફ નર્મદા ડેમના 23 ગેટ ખુલ્લા કરીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વીજ ઉત્તપન્ન માટે 24 કલાક ટરબાઇનો કાર્યરત થવાથી સરકારને સારી આવક થઈ રહી છે. નર્મદા નદી બે કાંઠે થતા રાહદારીઓ માટે ગોરાનો ડૂબા ડૂબ પૂલ બંધ કરવામાં આવ્યો છે અને ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 32 ફૂટ પહોંચવાની તૈયારી છે. 


આ પણ વાંચો:- અમરેલી: સાત વર્ષમાં 500 હિરાના કારખાન થયા બંધ, કરોડોનું ટર્નઓવર ઘટ્યું


જિલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ દ્વારા જિલ્લાના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને 23 ગામની મુલાકાત લેવા સૂચના આપવામાં આવી છે. નર્મદા નિગમના એમ ડી રાજીવ ગુપ્તાએ મીડિયા સાથેની વાતમાં નર્મદા,ભરૂચ અને વડોદરાના સ્થાનિકોએ ગભરાવવાની જરૂર નથી તેવી વાત કરી હતી. દરેક જગ્યા એ FDRFની ટિમો તૈનાત કરવામાં આવી છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...