સ્નેહલ પટેલ, ડાંગ: ગુજરાતના એક નાનકડા ગામડામાંથી એશિયન ગેમ્સ સુધી પહોંચનારી સરિતા ગાયકવાડે ફરી એકવાર રાજ્યની સાથે-સાથે દેશનું નામ રોશન કર્યું છે. સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરી છે. યુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટથી લાગી ભીષણ આગ, ફાયર ફાયટરો ઘટના સ્થળે


રાજ્યના ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય આદિવાસી પરિવારની ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી 25 વર્ષીય સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. પોલેન્ડમાં યોજાયેલી યુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડમાં બંદૂકમાંથી ગોળી છુટે તેમ ટ્રેક પર રનિંગ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. સરિતાએ 400 મીટરની દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.


સુરતના 3 યુવાનો હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જતા 2 યુવાનના મોત, 1 લાપતા


સરિતા ગાયકવાડે વર્ષ 2017માં કોઇમ્બતુર ખાતે યોજાયેલી 400 મીટર દોડ અને 400 મીટર હડર્લર દોડમાં સારૂ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં પણ સરિતા ગાયકવાડે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 400 મીટર રનિંગ સ્પર્ધામાં જીત હાંસલ કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ત્યારે ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાની દીકરી સરતાએ એશિયન ગેમ્સમાં સારૂ પ્રદર્શન કરી રાજ્ય સહિત દેશનું ગૌરવ વધાર્યું હતું.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...