સરપંચની ચૂંટણીનું પરિણામ, રાજ્યની 8 હજાર 686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ, જાણો તમારા ગામના સરપંચ કોણ
આજે ગુજરાતના 8 હજાર 686 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણીના પરિણામોની પળેપળની સચોટ માહિતી માટે આપ જોતા રહો ZEE 24 કલાક અને તેનું ડિજિટલ પ્લેટફોર્મ. કોણ બનશે સરપંચ, તમારા ગામમાં કોની બનશે સરકાર? તમારા ગામમાં કોનું ચાલશે રાજ? આ સવાલોના જવાબો જાણવા માટે સમગ્ર દિવસભર ZEE 24 કલાક પર જૂઓ પંચાયતી રાજની ચૂંટણીનું મહાકવરેજ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે ગુજરાતના 8 હજાર 686 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણીના પરિણામોની પળેપળની સચોટ માહિતી માટે આપ જોતા રહો ZEE 24 કલાક અને તેનું ડિજિટલ પ્લેટફોર્મ. કોણ બનશે સરપંચ, તમારા ગામમાં કોની બનશે સરકાર? તમારા ગામમાં કોનું ચાલશે રાજ? આ સવાલોના જવાબો જાણવા માટે સમગ્ર દિવસભર ZEE 24 કલાક પર જૂઓ પંચાયતી રાજની ચૂંટણીનું મહાકવરેજ. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારોના સમર્થકો પણ વહેલી સવારથી કાઉન્ટીંગ સેન્ટરની બહાર જમાવડો લગાવીને બેઠાં છે.
કોર્ટના એક ચુકાદાથી પતિદેવોમાં ફફડાટ! પત્નીને બીજા જોડે આડાં સંબંધો હશે તો પણ પતિએ...
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા મતદાન થયું છે... મત ગણતરીને લઈને તંત્રએ તમામ તૈયારી કરી લીધી છે. ત્યારે ગુજરાતના 344 સ્થળોએ મત ગણતરી હાથ ધરાશે,,, તો આ તરફ મત ગણતરીને લઈને 19 હજાર 916 લોકો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે... મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે.. મત ગણતરીને લઈને 14,291 પોલીસ સ્ટાફ સુરક્ષા માટે ખડેપગે છે.
સાઉથ એક્ટ્રેસના ઈન્ટિમેટ ફોટા વાયરલ! પહેલાં લંપટ નિત્યાનંદ સાથેની તસવીરોએ પણ મચાવ્યો હતો ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1165 ગ્રામ પંચાયતો અને 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા છે. રાજ્યમાં આ પ્રકારના પંચાયતી રાજને સમરસ પંચાયત કહે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક મતદાતાએ બે મત આપવાના હોય છે. એક મત સરપંચ માટે અને બીજો મત પોતાના વોર્ડમાં પંચાયત સભ્ય માટે. વોર્ડની સંખ્યા વધારે હોવાના કારણે ઈલેક્ટ્રિક વૉટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જે માટે 23,112 મતદાન મથકો પર 37,451 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Nora ના નિતંબ પર આ ડાન્સ માસ્ટરે ફેરવ્યો હાથ! ઈન્ટરનેટ પર લોકો દબાઈ દબાઈને જોવે છે આ Video!
Sex Life થઈ જશે જિંગાલાલા! સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube