Cyclone Image : અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. માનવામાં આવે છે કે આજે સાંજ સુધીમાં તે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આ દરમિયાન બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થયું તે સમયની સેટેલાઈટ તસવીર સામે આવી છે. વાવાઝોડું મધરાત્રિ સુધી સંપૂર્ણ રીતે ટકરાઈ જશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા પણ બિપરજોયને લઈને એક તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીર અવકાશમાંથી લેવામાં આવી છે. જેનું મૂળ ધ્યાન ભારતના ગુજરાત નજીક અરબી સમુદ્ર પર છે. નાસાની તસવીર જોઈને જ સમજી શકાય છે કે આ સમયે આ તોફાન કેટલું પ્રચંડ છે.



વાવાઝોડાનું પ્રમાણ કેટલું મોટું છે તે જણાવવા માટે આ તસવીર પૂરતી છે. નાસાની અર્થ ઓબ્ઝર્વેટરી દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં સમુદ્રની જગ્યાએ સફેદ તોફાનનું વિશાળ વર્તુળ દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવેલ છે. જ્યારે તે ભારતીય દરિયાકાંઠે અથડાશે ત્યારે તે કેટલી તબાહી મચાવી શકે છે તેનો અંદાજ આ તસવીર પરથી જ લગાવી શકાય છે.