મોરબી: સિરામિક ઉદ્યોગમાં મુશ્કેલીઓ પૂરું થવાનું નામ લેતી જ નથી એક પછી એક પીડા ઉદ્યોગકારોની સામે આવતી જ રહે છે. હાલમાં સાઉદી અરેબીયામાં મોરબીથી સૌથી વધુ સિરામિક ટાઈલ્સ મોકલાવવામાં આવી રહી છે, ત્યારે ભારતની સિરામિક ટાઈલ્સ ઉપર ચાઈના કરતા બમણી એન્ટી ડંમ્પીંગ ડયુટી નાખવા માટે સાઉદીના મંત્રી મંડળમાં ફાઈલ મોકલી દેવામાં આવી છે. હવે ગમે ત્યારે ચાઈના કરતા બમણી એન્ટીડંમ્પીંગ ડયુટી મોરબીની ટાઈલ્સ ઉપર લાગે તેમ હોવાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુઝવણ વધી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર ઉમિયા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત લાખો પાટીદારો ઉમટી પડ્યાં


છેલ્લા ઘણા સમયથી સાઉદી અરેબિયા દ્વારા ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લગાવવા માટે ડ્યૂટીની ટકાવારી નક્કી કરી દેવામાં આવી છે. જેમાં ચાઇનાની ટાઈલ્સ ઉપર ૨૩.૫ ટકા અને ભારતની તીસ્લ ઉપર ૪૨.૦૯ ટકા ડ્યૂટી લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી આ બમણી ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તેના માટે રજુઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને માત્ર ૧.૦૭ ટકા ડ્યુટી ઘટાડીને હાલમાં જીસીસીના એન્ટી ડમ્પિંગ ડ્યુટી વિભાગ દ્વારા ૪૧.૦૨ ટકા ડ્યુટી લગાવવા માટેની ફાઈલને હાલમાં સાઉદીના મંત્રી મંડળમાં મોકલી દેવામાં આવી છે. ગમે ત્યારે આ લાકડા જેવી ડ્યુટી લાગે તેમ છે. જો ચાઈના કરતા બમણી ડ્યુટી ભારતની ટાઈલ્સ ઉપર લાગેશે તો ભારતને ભવિષ્યમાં સાઉદીનું માર્કેટ ગુમાવવું પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હાલમાં મોરબીથી વાર્ષિક ૩૦૦૦ કરોડની ટાઈલ્સ સાઉદી અરેબિયા અને જીસીસીના દેશોમાં મોકલવામાં આવે છે. જે વેપાર બંધ થશે તો મોરબીના સીરામીક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જશે.


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પડછાયાની જેમ રહેનાર ભારતીય મહિલા કોણ છે?


હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં માલની ડીમાન્ડ કરતા અનેક ગણું વધારે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. જેથી ઘણા ઉદ્યોગકારોના ગોડાઉન ભરેલા પડ્યા છે, ત્યારે જો સાઉદીમાં ૪૦૦ જેટલા કારખાનેદારો માલ મોકલાવે છે તેના ઉપર બ્રેક લાગશે. તો વિદેશમાં જતો માલ ભારતના માર્કેટમાં ડમ્પ થશે અને તેની સીધી અસર મોરબીના અર્થતંત્રમાં પણ થશે નવી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી નથી. ત્યાં મોરબીની ટાઈલ્સનો માલ ભરી લેવા માટે થઈને ત્યાના વેપારીઓ દ્વારા ઘણા ઓર્ડર આપવામાં આવ્યા છે. છેલ્લા મહિનાઓમાં અનેક કન્ટેનર મોરબીથી સાઉદીમાં મોકલાવી પણ આપવામાં આવ્યા છે. જો કે, હવે ૪૧.૦૨ ટકા ડયુટી લગાવવાની દરખાસ્ત કરી છે. જેના ઉપર મંજુરીની મહોર લગાવે એટલે મોરબીની ટાઈલ્સ ચાઈના કરતા ૧૮ ટકા મોંઘી થઇ જશે જેથી વેપારને બહુ જ મોટો ફટકો પાડવાનો છે.


મેડિકલ ટેસ્ટનાં નામે સ્મીમેર હોસ્પિટલે મહિલાનાં તમામ વસ્ત્રો ઉતરાવડાવતા વિવાદ


અત્યારે સુધી સાઉદીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઓછી લાગે તેના માટે તમામ લડાઈ કરી લેવામાં આવી છે. જેથી મોરબીના સિરામિક એસોસીએશન માટે કાનૂની રસ્તા બંધ થઇ ગયા છે. જો કે, હવે ભારત સરકાર આ મુદે સીધી જ દરમ્યાનગીરી કરે તો જ આ પ્રશ્ન ઉકેલાઈ તેવી શક્યતા છે નહિ તો વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જાય તેવો ઘાટ છે. હાલમાં સરકારના કમાઉ દીકરા સમાન મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હાલમાં સરકાર પાસે બહુ મોટી અપેક્ષા છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube