ઝી બ્યુરો/કચ્છ: ગુજરાત રાજ્યની મોટાભાગની નગરપાલિકા કંગાળ બની છે અને જેમાં સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર વર્કસ વિભાગની બાકી રહેતી કરોડોની રકમના વીજબીલ માંગવામાં આવતા કોઈ પ્રતિઉત્તર ન મળતા આખરે મજબુર બની વીજ જોડાણ રદ કરવાની સ્થિતિ સર્જાઇ રહી છે. એક બાદ એક નગરપલિકાના બાકી વીજ બિલના કારણે વીજ જોડાણ રદ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્રમાં બોટાદ નગરપાલિકાનું વીજ જોડાણ PGVCL દ્વારા રદ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર કચ્છની કુલ 66 નગરપાલિકા પૈકી માત્ર 3 નગરપાલિકા એવી છે કે જેનું એક પણ વીજ બિલ બાકી નથી જયારે બાકીની 63 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી PGVCLને વોટરવર્કસના 316.89 કરોડ અને સ્ટ્રીટ લાઈટના 31.40 કરોડના વીજ બિલ 31.12.2022 સુધીના લેવાના બાકી બોલે છે.


સાહિત્યકાર દેવાયત ખવડને શું રાહત મળશે? 25 દિવસના વચગાળાના જામીન અરજી પર મોટું અપડેટ


ગુજરાતમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક પર જીત મેળવી ફરી એક વખત સતા પર ભાજપ સરકારનો કબ્જો યથાવત રહ્યો છે. જો કે એની સાથે સાથે ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓમાં પણ ભાજપનું જ શાસન છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાઓ પણ સરકારને દેણામાં મૂકી રહી છે અને બાકી બીલો ભરવામાં ગલા તલા કરી રહી છે. એક પછી એક નગરપાલિકામાં વીજબીલ બાકી હોવાના કારણે વીજ જોડાણ રદ કરવામાં આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પણ નગરપાલિકાઓને વીજબીલ ભરી દેવા સૂચના આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


Pakistan IMF Loan: કંગાળ પાકિસ્તાનની તૂટી ગઈ ઉમ્મીદો, IMFએ હાથ અધ્ધર કરી દીધા


તાજેતરમાં જ વીજબીલ બાકી હોવાથી બોટાદ નગરપાલિકાનું વીજ જોડાણ PGVCL દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં PGVCL અંતર્ગત આવતી નગરપાલિકાઓમાં કેટલી નગરપાલિકા કંગાળ બની વીજ બિલ નથી ભર્યા તેની માહિતી મેળવી જેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. સૌરાષ્ટ્ર ક્ચ્છની 66 પૈકી ઉપલેટા, દ્વારકા અને વાંકાનેર નગરપાલિકાને બાદ કરતા તમામ નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ કે વોટર વર્કસના કોઈ ને કોઈ બિલ ભરપાઈ કરવાના બાકી બોલે છે. જેમાં 63 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી PGVCLને વોટરવર્કસના 316.89 કરોડ અને સ્ટ્રીટ લાઈટના 31.40 કરોડના વીજ બિલ લેવાના બાકી છે.


કેએલ રાહુલની કારકિર્દીની છેલ્લી મેચ હશે નાગપુર ટેસ્ટ? BCCI અધિકારીના નિવેદનથી ખળભળાટ


PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર વરુણકુમાર બરણવાલ એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાઓ પાસેથી 316 કરોડથી વધુની વસુલાત કરવાની છે. છેલ્લા ઘણા સમયથી સમયાંતરે વીજ બિલ ભરવા માટે નગરપાલિકાને જાણ પણ કરવામાં આવી છે છતાં અમને કોઈ રિસ્પોન્સ મળતો ન હતો. ભારત સરકારની RDSS યોજના છે જે 7000 કરોડ ની યોજના છે જેમાં મુખ્ય એક કન્ડિશન છે કે કોઈ પણ સરકારી લેણું બાકી ન હોવું જોઈએ. 


નગરપાલિકાનું બાકી લેણું સરકારી ગણી શકાય અને તે રેકોર્ડ ઉપર પણ જોઈ શકાય છે. માટે જ્યાં સુધી આ ક્લિયર ન થાય ત્યાં સુધી ભારત સરકારની યોજનાનો અમને લાભ મળી શકતો નથી. તો આ માટે છેલ્લા એક મહિનાથી અમે કડક રીતે કામ કરી વોટર વર્કસ ના કનેક્શન અને સ્ટ્રીટલાઈટ કનેક્શન કાપી કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. તમામ ઇજનેરોને સૂચના આપવામાં આવી છે કે છેલ્લું બિલ તાત્કાલિક ભરવા અને બાકી બિલની ચોક્કસ સમય મુદત આપી ભરપાઈ કરવાનું રહેશે. જો આ મુજબ કોઈ નગરપાલિકા સહયોગ નહિ આપે તો વીજ કનેક્શન કાપવામાં આવશે.


લોકસભા ચૂંટણી પહેલા ભાજપે કમર કસી, મુસ્લિમોને રીઝવવા રમ્યું 'ટ્રમ્પ કાર્ડ'!


સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં PGVCL અંતર્ગત કુલ 12 સર્કલનો સમાવેશ થાય છે જેમાં રાજકોટ સિટીને બાદ કરતા તમામ 11 સર્કલ કે જેમાં અમરેલી, અંજાર, બોટાદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ રૂરલ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે જેમાં 31.12.2022 સુધીમાં કુલ 348.29 કરોડ ના વીજ બિલ બાકી બોલે છે એટલે કે 348.29 કરોડના બિલ નગરપાલિકા દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા નથી


સૌરાષ્ટ્ર-કચ્છની 63 નગરપાલિકા કંગાળ 


  • 63 પાલિકાઓ લાઈટ બિલ ભરવા નથી સક્ષમ 

  • 63 પાલિકાનું 350 કરોડ રુપિયા લાઈટ બિલ બાકી 

  • 63 પાલિકાનું વોટરવર્કસનું 316.86 કરોડ બિલ બાકી 

  • 63 પાલિકાનું સ્ટ્રીટ લાઈટનું 31.40 કરોડ બિલ બાકી

  • અમરેલી જિલ્લાની પાલિકાનું 8266.93 લાખ બિલ બાકી 

  • અંજાર પાલિકાનું 5443.90 લાખનું બિલ બાકી

  • બોટાદ જિલ્લાની પાલિકાનું 254.15 લાખનું બિલ બાકી 

  • ભાવનગર જિલ્લાની પાલિકાનું 2347.17 લાખનું બિલ બાકી 

  • જામનગર જિલ્લાની પાલિકાનું 165.11 લાખ બિલ બાકી 

  • જૂનાગઢ જિલ્લાની પાલિકાનું1049.86 લાખ બિલ બાકી  

  • કચ્છ જિલ્લાની પાલિકાનું 4189.32 લાખ બિલ બાકી 

  • મોરબી જિલ્લાની પાલિકાનું 1614.60 લાખ બિલ બાકી 

  • પોરબંદર જિલ્લાની પાલિકાનું 1644.68 લાખ બિલ બાકી 

  • રાજકોટ જિલ્લાની પાલિકાનું 649.10 લાખ બિલ બાકી

  • સુરેન્દ્રનગર જિલ્લાની પાલિકાનું 9177.92 લાખ બિલ બાકી