Ahmedabad Bus Association : સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી બસ એસોસિયેશન જંગ ચઢ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસોસિએશન વચ્ચેના વિવાદનો ભોગ મુસાફરો બન્યા છે. સુરતમાં આજથી શહેરમાં બસ નહી આવે તેવો લક્ઝરી બસ સંચાલકોએ નિર્ણય લીધો છે. જેથી લક્ઝરી બસના ચાલકોએ મુસાફરોને શહેર બહાર જ ઉતાર્યા હતા. આ કારણે રિક્ષા ચાલકોએ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હતી. ત્યારે સુરતમાં ધારાસભ્ય, બસ એસોસિએશનના વિવાદનો અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશન ફાયદો ઉઠાવવા માંગે છે. એસોસિયેશને અમદાવાદ શહેરમાં બસ પ્રવેશની સમય મર્યાદા ઘટાડવા માંગ કરી છે. જો સરકાર ન માને તો સુરતની જેમ અમદાવાદમાં પણ મુસાફરોને શહેર બહાર ઉતારવાની ચીમકી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ખાનગી ટ્રાવેલ્સ શહેરમાં પ્રવેશ મામલે અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિયેશને પણ પોતાની માંગ આગળ કરી છે. અમદાવાદનું બાપુનગર ટ્રાવેલ્સ એસોસિયેશન આ અંગે આવેદન આપવામા આવશે. અમદાવાદ બસ એસોસિયેશને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ લક્ઝરી બસને શહેરમાં પ્રવેશ રાત્રે 9.30 થી સવારે 8 વાગ્યા સુધી માંગ કરી છે. તેમજ શહેરમાં બપોરે 1 થી 4 બસને પ્રવેશની મંજૂરી આપવા માંગ કરી છે. 


આ પણ વાંચો : 


સુરતમા કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસો.ના વિવાદ વચ્ચે મુસાફરો રઝળ્યા


અંબાલાલ પટેલની નવી આગાહીથી ખુશ થઈ જશો, પણ ખેડૂતો દુખીદુખી થઈ જશે


બાપુનગર ટ્રાવેલ્સ એસોસિયેશને કહ્યું કે, હાલ શહેરમાં રાત્રે 11 થી સવારે 7 સુધી બસને પ્રવેશવાની મંજૂરી છે. જેને વધારવામાં આવે. સાથે જ પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો અમદાવાદમાં બસ રિંગરોડ પર ઉભી રખાશે તેવી ચીમકી એસોસિયેશન દ્વારા આપવામા આવી છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો 28 તારીખે અમદાવાદ શહેરમાં ટ્રાવેલ્સ બસ શહેરની અંદર લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે. મહત્વનું છે કે, અત્યારે અમદાવાદમાં રાત્રે 11થી સવારે 7 સુધી જ બસને પ્રવેશ મળે છે.


બસનું બુકિંગ તાત્કાલિક કરાવી લેજો, બંધ રહેશે બુકિંગની આ એપ્લિકેશન


અમદાવાદ રામ ભરોસે, AMC ના મોટાભાગના વિભાગ પાસે સ્થાયી જવાબદાર અધિકારી જ નથી!