Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. વાવાઝોડાએ અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. તેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 18 જૂન 2023 સુધીની 99 ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં બિપરજોયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ત્રણ દિવસ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે જણાવ્યું હતું કે સાવધાનીના ભાગરૂપે કુલ 99 ટ્રેન રદ કરવામાં આવી છે. આ સિવાય કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. સાત ટ્રેન એવી છે જે તેમના નિર્ધારિત સ્ટેશનથી દૂર અન્ય સ્ટેશનથી ચલાવવામાં આવશે. 


આ પણ વાંચો:


વડાપ્રધાન મોદી ગુજરાતને લઈ ચિંતીત, મુખ્યમંત્રી સાથે કરી રાજ્યની સ્થિતિ અંગે વાત


વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રને ધમરોળશે વરસાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરુ


કચ્છમાં બિપરજોયે વેર્યો વિનાશ, સવારથી પવન સાથે વરસાદ શરુ, રોડ કનેક્ટિવિટીને નુકસાન


પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર 39 ટ્રેનને તેના ડેસ્ટિનેશન સ્ટેશન પહેલા રોકી દેવામાં આવશે. જ્યારે સાત ટ્રેન એવી છે જેને તેના નિર્ધારિત સ્ટેશનને બદલે અન્ય સ્ટેશનથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ આવતી આ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.


રદ કરવામાં આવેલ ટ્રેનો


1. ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 15.06.2023 ના રોજ રદ.


2. ટ્રેન નંબર 09516 પોરબંદર-કાનાલુસ એક્સપ્રેસ 16.06.2023 ના રોજ રદ.


3. ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 16.06.2023 ના રોજ રદ.


4. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 16.06.2023 ના રોજ રદ.


5. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 16.06.2023 ના રોજ રદ.


6. ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 16.06.2023 ના રોજ રદ કરવામાં આવી છે.


7. ટ્રેન નંબર 09596 પોરબંદર–રાજકોટ 16.06.2023 ના રોજ રદ.


8. ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ 16.06.2023 ના રોજ રદ.


9. ટ્રેન નંબર 09514 વેરાવળ- રાજકોટ સ્પેશિયલ 16.06.2023 ના રોજ રદ.


10. ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 16.06.2023 ના રોજ રદ.


11. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 15.06.2023 ના રોજ રદ.


12. ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલ 16.06.2023 ના રોજ રદ.


આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો


1. 15 જૂન, 2023 ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે.


2. 16 જૂન, 2023 ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રાજકોટથી ઉપડશે.


3. 15 જૂન, 2023 ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ


    થશે.


4. 16 જૂન, 2023 ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રાજકોટથી ઉપડશે.


5. 16 જૂન, 2023 ની ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ હાપાથી ઉપડશે.