વાહ રે વફાદારી... જંગલમાં ઢોર ચરાવતા કિશોર પર સિંહે કર્યો હુમલો, માલિકનો જીવ બચાવવા ભેંસો તુટી પડી જંગલના રાજા પર
Buffalo Fight With Lion: આજ સુધી તમે એવું જ સાંભળ્યું હશે કે કુતરા સૌથી વફાદાર પ્રાણી હોય છે. પરંતુ આ ઘટનામાં ભેંસએ વફાદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ સુધી વફાદાર પ્રાણીઓની લિસ્ટમાં તમે ભેંસનું નામ નહીં સાંભળ્યું હોય પરંતુ ગીરની આ ઘટનાએ ભેંસને પણ વફાદાર પ્રાણી સાબિત કરી છે. કારણ કે આ ઘટનામાં પોતાના 15 વર્ષના માલિક ઉપર જ્યારે સિંહે હુમલો કર્યો ત્યારે ભેંસ જંગલના રાજા પર તૂટી પડી.
Buffalo Fight With Lion: ગીરના જંગલોમાં સિંહના હુમલાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. જંગલોમાં ઘણી વખત માલધારી પોતાના પ્રાણીને ચલાવવા માટે જાય છે ત્યારે સિંહના હુમલાનો ભોગ પણ બને છે. આવી જ એક ઘટના તાજેતરમાં પણ બની છે. પરંતુ આ વખતે આ ઘટનામાં હુમલાનો ભોગ સિંહ બની ગયો છે. 15 વર્ષીય એક કિશોર પોતાની ભેંસને જંગલમાં ચરાવવા નીકળ્યો હતો તે દરમિયાન સિંહ એ યુવક ઉપર હુમલો કરી દીધો હતો. ત્યાર પછી જે ઘટના બની તેના વિશે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત છે.
આજ સુધી તમે એવું જ સાંભળ્યું હશે કે કુતરા સૌથી વફાદાર પ્રાણી હોય છે તેના માલિકનો જીવ બચાવવા માટે કુતરા કઈ પણ કરી શકે છે પરંતુ આ ઘટનામાં ભેંસએ વફાદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ સુધી વફાદાર પ્રાણીઓની લિસ્ટમાં તમે ભેંસનું નામ નહીં સાંભળ્યું હોય પરંતુ ગીરની આ ઘટનાએ ભેંસને પણ વફાદાર સાબિત કરી છે. આ ઘટનામાં પોતાના 15 વર્ષના માલિક ઉપર જ્યારે સિંહે હુમલો કર્યો ત્યારે ભેંસ જંગલના રાજા પર તૂટી પડી.
આ પણ વાંચો:
ગતિશીલ ગુજરાતનો ફરી એકવાર ડંકો વાગ્યો : માછલી ઉત્પાદનમાં બધા રેકોર્ડ તોડ્યા
ભારે વરસાદની આગાહી કરતા પણ મોટા અપડેટ : વરસાદના આ રાઉન્ડમા તમારા બીજા ચાર દિવસ બગડશે
કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા
આ અંગે મળતી જાણકારી અનુસાર 15 વર્ષીય વિક્રમ ચાવડા ગીરના જંગલમાં આવેલી નેસમાં રહે છે. શુક્રવારે તે વિસાવદર વન રેન્જમાં પોતાની ભેંસોને તળાવ તરફ લઈ જઈ રહ્યો હતો. 15 વર્ષીય વિક્રમ સાથે અન્ય બે યુવકો પણ હતા. વિક્રમએ પોતાના ખભા ઉપર એક નવજાત વાછરડું પણ રાખેલું હતું.
જોકે પોતાના પ્રાણીઓને ચરાવવા નીકળેલો વિક્રમએ વાતથી અજાણ હતો કે જંગલના આ વિસ્તારમાં સિંહ અને સિંહણનું મેટીંગ ચાલી રહ્યું છે. 15 વર્ષીય કિશોર અને પ્રાણીઓના આવવાથી મેટિંગની પ્રક્રિયામાં ખલેલ પહોંચી અને સિંહ આક્રમક થઈ ગયો અને તેણે વિક્રમ ચાવડા ઉપર હુમલો કરી દીધો.
આ પણ વાંચો:
ગુજરાતમાં સોનાની દાણચોરીનો મોટો કેસ! ઓપરેશન ગોલ્ડમાઈન હેઠળ 48 કિલો સોનાની પેસ્ટ જપ્ત
પાટીદારોનો હુંકાર! સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિશ્વઉમિયાધામ પણ વિશ્વપ્રસિદ્ધ બનશે!
સિંહના અચાનક હુમલાથી વિક્રમ ગભરાઈ ગયો. હુમલા થી તે ઘાયલ પણ થયો હતો. જોકે સિંહનો હુમલો જોઈને ઝુંડમાં રહેલી બે ભેંસ પોતાના માલિકને બચાવવા માટે સિંહ સાથે બાખડી પડી. સિંહના હુમલા થી 15 વર્ષીય યુવક ઘાયલ થઈ ગયો તેની સાથે રહેલા યુવકોએ પણ બૂમ બરાળા કરીને અન્ય લોકોને મદદ માટે બોલાવી લીધા.
આ ઘટનાને લઈને ડીએસએફ પ્રશાંત તોમરનું કહેવું છે કે જો ભેંસ ન હોત તો સિંહના હુમલાથી યુવકનું બચવું મુશ્કેલ હતું. જો ભેસ સિંહ સાથે ફાઈટમાં ઉતરી ન હોત તો કદાચ યુવકનો જીવ પણ જતો રહ્યો હોત. સિંહના અચાનક હુમલાથી યુવકને આઠ ટાંકા લેવા પડ્યા છે. પરંતુ ભેંસના કારણે તેનો જીવ બચી ગયો.