10થી વધુ ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરીનો માહોલ, પ્રચંડ અવાજના કારણે ઘરોની દીવાલો ફાટી
રતનપર મિલની ચાલી વિસ્તારમાં સાંજે 5:30 કલાકની આસપાસ અચાનક એક સાથે 10થી વધુ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગઈ હતી. રહેણાંક વિસ્તારોમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં 10થી વધુ ગેસની બોટલ ફાટતાં નાસભાગ મચી ગઈ છે. આ ઘટનામાં આજુબાજુના મકાનોની દીવાલો પણ ફાટી ગઈ હતી. ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બીજી બાજુ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.
ગુજરાતમાં અહીં ગેરકાયદે બનાવેલું વ્હાઈટ હાઉસ તોડી પડાયું! HC એ આપ્યું મોટું નિવેદન
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રતનપર મિલની ચાલી વિસ્તારમાં સાંજે 5:30 કલાકની આસપાસ અચાનક એક સાથે 10થી વધુ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગઈ હતી. રહેણાંક વિસ્તારોમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ વિસ્ફોટના કારણે ઘરને પણ નુકસાન થયું હતું. જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. આ બાબતની જાણ થતાં પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.
સુરતમાં બાળકી પીંખાતા બચી! બાળકીને લાલચ આપી નરાધમ ઝાડીઓમાં લઇ ગયો અને કપડા ઉતારી…
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનની અંદર મોટી સંખ્યામાં LPG સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. જેમાં આજે અચાનક આગ ફાટી નીકળ્યા બાદ અચાનક બ્લાસ્ટ થવાની શરૂઆત થઈ હતી. બ્લાસ્ટના કારણે આકાશમાં ઊંચે સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ વિસ્તારના અન્ય મકાનોની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા બનાવ સ્થળથી દૂર ભાગતા જોવા મળ્યા હતા.
સુરતના ખેલાડીઓએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, જમ્મુ કાશ્મીરમાં જઈને જીત્યો ગોલ્ડ મેડલ
ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક સ્થળ પર આટલા સિલિન્ડર કયા કારણોસર રાખવામાં આવ્યા હતા તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.