800 Years Old Temple: અકબર અને બિરબલની વાર્તા તો તમે ઘણીવાર સાંભળી હશે પરંતુ તમે કદાચ એ વાત નહીં જાણતા હોય કે અકબરના ખાસ સલાહકાર એવા બિરબલ સાથે સૌરાષ્ટ્રનું ખાસ કનેકશન છે. ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે સૌરાષ્ટ્રમાં બિરબલે એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે તમને આ મંદિર વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગુજરાતનું ગૌરવ! મહેસાણાની દીકરી માલદિવમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ સીરિઝની ફાઈનલમાં...


ગુજરાતમાં આવેલું આ હિલ સ્ટેશન જોયું છે? જ્યાંથી દેખાય છે દરિયો, જુઓ Photos


ગુજરાતમાં ગરીબોનો મસિહા, રૂપિયા હોય તો ક્યાં વપરાય એ Nitin Jani પાસેથી શીખો


જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે 800 વર્ષ સાંકળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. વર્ષો જુનો ઈતિહાસ ધરાવતું આ મંદિર બિરબલે બનાવડાવ્યું હોવાની લોકવાયકા છે. લોકોવાયકા છે કે બિરબલને બે દીકરા હતા જેની યાદમાં તેમણે અહીં બે મંદિર બનાવડાવ્યા હતા. જેમાંથી એક રામમંદિર છે અને બીજુ મહાદેવનું મંદિર છે. 


આ ગામના વડિલોનું કહેવું છે કે  બિરબલે એક રામમંદિર અને બીજુ મહાદેવનું મંદિર અહીં બનાવડાવ્યું છે.  વર્ષો પહેલા કેટલાક લોકોએ મંદિરના ધનની લાલચમાં જે રામમંદિર હતું તેને ખોદી નાખ્યું. પરંતુ જ્યારે તેમણે મહાદેવના મંદિરને ખોદવાનું શરુ કર્યું તો મંદિરમાંથી નાગ અને ભમરા નીકળવા લાગ્યા. ચોર તો ત્યાંથી ભાગી ગયા ત્યારબાદ એક જ રાતમાં ફરીથી મંદિરનું સમારકામ સ્થાનિકોએ કર્યું. 800 વર્ષ જુનું આ મંદિર ભૂતના ડેરા તરીકે પણ ઓળખાય છે.