પોરબંદરઃ સુદામા નગરી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એટલે પોરબંદર. પોરબંદરનો અનેરો ઈતિહાસ રહ્યો છે. દરિયાકાંઠા પર વસેલું પોરબંદર અનેક વસ્તુઓ માટે પણ દેશ-વિદેશમાં જાણીતું છે. પોરબંદર કેટલીક વાતોથી લોકો અજાણ પણ છે. પોરબંદર એક ખાસ વસ્તુ માટે જાણીતું છે. પોરબંદરનો રાણો, પાણો અને ભાણો ખુબ જ પ્રખ્યાત છે. આજે આપણે પોરબંદર વિશે જાણીશું શું છે રાણો, પાણો અને ભાવો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાણો, પાણો અને ભાણો
આ શબ્દો વાંચો એટલે તમને તેનો અર્થ ખબર પડી જશે. રાણો એટલે પોરબંદરના રાજા, પાણો એટલે પથ્થર અને ભાણો એટલે ભાણજી લવજી ધીવાળા... આપણે આજે આ ત્રણેય વિશે રસપ્રદ માહિતી મેલવીશું. 


રાણો
પોરબંદરના જેઠવા રાજવીઓના રાજવંશીઓએ યુદ્ધમા જીવ સટોસટની બાજી ખેલી હતી એટલે કે રાજધર્મ નિભાવ્યો હતો. હવે જો આપણે રાણા વિશે વાત કરિએ તો સુશાસન અને કુશળ શાસક અને પ્રજા પ્રત્યેની સવેદંનશીલતા વાત કરિઍ ત્યારે પોરબંદરના રાજા નટવરસિંહજીનું નામ મોખરે આવે છે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી પહેલું શાકાહારી સિટી, જાણો એક માત્ર શહેરની કહાની


આઝાદી પછી નટવરસિંહજીએ સામે ચાલીને અખંડ કાઠિયાવાડનો રાજ્યનો વિલય કર્યો હતો. જેમા જુનાગઢ અને હૈદરાબાદના નવાબોની જેમ આ એજ્યુકેટેડ કિંગને મનાવાની જરુર નહોતી પડી અને મહેલમા રહેવાને બદલે તેઓ ગામડે ગામડે ફરી લોકોના દુખ દર્દ જાણવા માટે તેઓ લોકોના વચ્ચે જ રહ્યાં અને રાજ્યમા મુંગા પશુઓની બલી પ્રથા અટકાવીને એક સુધારાવાદીનું કામ કર્યું હતું.


તમને જાણીને નવાઈ લાગશે કે તેઓને ક્રિકેટર પણ હતા અને તેઓ માત્ર એક સારા ક્રિકેટર જ નહી પરંતુ 1932મા ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરિઝમા ભારત ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હતા. તેમજ નટવરસિંહજી એક કલાપ્રિય રાજા હતા તેમજ નટવરસિંહજીએ પોતાની પહેલી પત્નીના અવસાન થયા બાદ તેઓએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેઓને હમેશા કોઈ સંતાન ન હતું તેથી તેમણે રાજકુમાર ઉદયભાણસિંહજીને દત્તક લીધા હતા.


પાણો
કહેવાય છે કે જ્યારે ઘર બનાવવાનું હોય તો પોરબંદરના માખણીયા પથ્થરથી ઘર બાંધવું જોઈએ. ઘર બાંધવામાં આ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે તો લાંબા વર્ષો સુધી આ ઘર મજબૂત રહે છે. ગુજરાતનું મહાદેવનુ પ્રખ્યાત સોમનાથનુ મંદિર અને કિર્તી મંદિર પોરબંદરના આ વિશ્વ વિખ્યાત પથ્થરો માથી જ બનેલું હતું.  

ચુનાના આ પીળાશ પડતા આ પથ્થરો ટકાઉ, મજબુત અને કોતરવામા સહેલા હોય છે.  કોઇપણ બાંધકામમા ઇંટ કરતા આ પથ્થરોનુ બાંધકામ સસ્તું પડે છે જ્યારે આવાજ એક બીજા એક પથ્થરની જાતને ઘોડા પથ્થર કહેવામા આવે છે. જેમા મુંબઈના ઘણા પૈસાદાર શેઠિયાઓ આ ઘોડા પથ્થરમાથી દરિયા કિનારે પોતાના બંગલા બાંધ્યા છે. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં અહીં દર શિયાળમાં ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાનના લાખો પક્ષીઓ આવે છે વેકેશન માટે


ભાણો
તમને જણાવી દઇએ કે 59ની સાલમા ભાણજી લવજીના દાનેદાર ઘીને ભારત સરકાર તરફથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો અને આજે ભાણજી લવજી ની છઠ્ઠી પેઠી BL માર્કાવાળું ઘી વેચે છે કહેવાય છે કે જો એકવાર આ ઘી ખાવામા આવે તો તમારી તબિયત ઘોડા જેવી થઇ જાય છે. 


જયારે ભાણો એટલે ભાણજી લવજી ઘી વાળા.પોરબંદરની 150 વર્ષ જૂની ઘીની આ પેઢી પોરબંદર જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખુબ ખ્યાતી ધરાવે છે. લવજીભાઈ નામના વેપારી જે દેવરિયા ગામમાં નાનો ધંધો કરતા હતા. સમય જતાં તેઓ પોરબંદર આવ્યા અને ઘીનો વેપાર શરુ કર્યો. ધંધામાં સારી કમાણી થઈ. તેમના પુત્ર ભાણજીભાઈએ શહેરના કેદારેશ્વર રોડ સ્થિત જૂની ભાટીયા બજારમાં ભાણજી લવજી ઘી વાળા નામે પેઢી શરુ કરી બીએલ નામે ટ્રેડ માર્ક બનાવ્યો. જેને દેશ વિદેશમાં ખ્યાતી મેળવી.


પેઢીઓથી ચાલે છે બિઝનેસ
ભાણજી લવજી ઘીવાળાનો વેપાર આજે છ પેઢીઓથી ચાલી રહ્યો છે. આ દુકાન પોરબંદરના કેદારેશ્વર રોડ પર આવેલી છે. પોરબંદર નજીકના બરડાના જંગલમાં વસ્તા માલધારીઓ પોતાના ઉંટ મારફતે ભાણજી લવજીને ઘી વેંચવા પોરબંદર આવતા અને ભાણજી લવજીને ઘી વેંચી વળતા ઉંટ પર પોતાના જીવન જરુરીયાતની ચિજવસ્તુઓનુ હટાણુ એટલે કે ખરીદી કરીને નેસડામાં પરત જતા. નેસડામાં માલધારીઓની જીવનશૈલી ખુબ જાજરમાન હોય છે. કુદરતના ખોળે વસવાટ કરીને પ્રભુ ભજન સાથે જીવન નિર્વાહનો સિલસિલો વર્ષો સુધી ચાલુ રહ્યો. જોકે સમયાંતરે હવે આ સિલસિલો ક્રમશ ઓછો થયો છે. જંગલો ઘટી રહ્યા છે અને માલધારીઓની નવી પેઢી નેસડાની બહાર શહેર તરફ પ્રયાણ કરતા જાય છે. પોરબંદર આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોય ગાય અને ભેંસના શુધ્ધ દુધમાંથી ઘી બનાવી પોરબંદર ભાણજી લવજી ઘી વાળાની પેઢીમાં આપવા આવતા હતા.


આ ત્રણેય વસ્તુ પરથી પોરબંદરમાં કહેવત શરૂ થઈ રાણો, પાણો અને ભાણો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube