Bhavnagar Couple Suicide On Tree : ભાવનગરમાં વેલેન્ટાઈન ડે પર એક પ્રેમી પંખીડાએ મોત વ્હાલુ કર્યું છે. ભાવનગરમાં વેલેન્ટાઈન ડેના બીજા દિવસે પંચાયત કચેરીના વૃક્ષ પર લટકતી હાલતમા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. તેમની સગાઈ થઈ ગઈ હતી, પરંતુ એકબીજા વગર રહી ન શક્તા ન હોવાથી બંનેએ ગળેફાંસો ખાઈને સજોડે જીવન ટૂંકાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના સિંહોરમાં પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. 20 વર્ષીય કપલે સિંહોરની પંચાયત કચેરીમાં વૃક્ષ પર લટકીને ગળે ફાંસો ખાધો હતો. ભાવનગરના અગરિયવાદનો 20 વર્ષીય યુવક હાર્દિક કાળાભાઈ જમોડ અને ભાવનગરના આનંદનગર વિસ્તારની 20 વર્ષીય કવિતા નરેશભાઈ બારૈયાએ વૃક્ષ પર લટકીને મોત વ્હાલુ ક્યું. 


જોકે, આખરે એવુ તો શું થયું બંનેએ મોત વ્હાલુ કર્યું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરનાર પ્રેમી યુગલની 1 વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. પરંતુ પરિવાર દ્વારા લગ્ન કરવામાં હજુ વધુ સમય લાગે તેમ હતો. બંને એકબીજા વગર ના રહી શકતા હોય ગળાફાંસો ખાઈ સજોડે જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 


આ ઘટનાની જાણ થતા બંનેના પરિવાર તથા પોલીસનો કાફલો દોડતો થયો હતો. પોલીસે વૃક્ષ પરથી લાશ ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જોકે બંનેએ કેમ આત્મહત્યા કરી તે તપાસ બાદ સામે આવશે.