Gujarat Highcourt : ગુજરાત હાઈકોર્ટે સૌથી મોટો ચૂકાદો આપ્યો છે. 12 વર્ષ નાની છાત્રાને દબાણથી પત્ની બનાવી સતત હડધૂત કરવાના કેસમાં મોટો નિર્ણય આવ્યો છે. અમરેલી ફેમિલી કોર્ટે છુટાછેડા માટે કરેલા હુકમની સામે પ્રોફેસર પતિએ કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવીને ફેમિલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે, પ્રોફેસરે તેનાથી 12 વર્ષ નાની છાત્રા સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. આ બાબત વિદ્યાર્થિની સાથે (પત્ની) ક્રુરતા સમાન છે. જે તેને છૂટાછેડા મેળવવા માટે હકદાર બનાવે છે. ક્રુરતા એ કોઈ નિર્ધારિત ખયાલ નથી. ક્રુરતા પર કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં હકીકતો અને સંજોગો પર આધારિત છે. લગ્ન પછી પતિએ અરજદાર પત્ની સાથે જે વર્તન આચરેલું છે એ ક્રૂરતા સમાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાદમાં ખબર પડેલી કે આ લગ્નનું ફોર્મ હતું
કેટલીકવાર એવા કેસો સામે આવે છે જે વાંચીને તમને નવાઈ લાગશે. આ કેસમાં પણ એવી જ બાબતો છે. જેમાં 12 વર્ષ નાની એક છાત્રાએ પ્રોફેસર સાથેના લગ્નના છૂટાછેડા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેમાં તેણે ગંભીર આક્ષેપો કર્યા છે.  કેસની વિગત જોઈએ તો, પતિ જે કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો ત્યાં અરજદાર ભણતી હતી. પ્રોફેસરે તેને કહેલું કે તેણે એ ગ્રેડ મેળવવો પડશે, નહીંતર પરિણામ સારુ નહીં આવે. તેણે વિદ્યાર્થિનીનો નંબર મેળવીને લગ્ન માટે દબાણ કરેલુ. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, પ્રોફેસરે તેની પાસે કેટલાક દસ્તાવેજ પર સહી કરાવેલી, બાદમાં ખબર પડેલી કે આ લગ્નનું ફોર્મ હતું. મહત્વનું છે કે, એક દાયકા પહેલાં આ બંનેના લગ્ન થયેલા. ત્રાસથી કંટાળીને પત્નીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જે અમરેલી કોર્ટે માન્ય રાખી હતી. આ કેસનો ચૂકાદો અમરેલી કોર્ટમાં 2018માં આવેલો હતો. 


આ પણ વાંચો : 


ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની થઈ શકે છે ધરપકડ, આ કોર્ટે કર્યો આદેશ


ગુજરાતમાં આ શુ થવા બેઠું છે, સીંગતેલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો


નાની ઉમરની વિદ્યાર્થિની સાથે લગ્નનું દબાણ એ ક્રૂરતા કહેવાય
પોતાનાથી નાની ઉમરની વિદ્યાર્થિની સાથે લગ્નનું દબાણ એ ક્રૂરતા કહેવાય. 45 વર્ષના પ્રોફેસર અને તેનાથી ૧૨ વર્ષ નાની વિદ્યાર્થિની પત્નીના છૂટાછેડાનો ફેમિલી કોર્ટનો હુકમ બહાલ રખાયો હતો. લગ્ન બાદ છાત્રા પત્નીને ચોંકાવનારી હકીકતની જાણ થઈ હતી કે, પ્રોફેસરની પહેલી પત્નીનું મૃત્યુ થયું ન હતું અને તેનું લગ્નજીવન ચાલુ છે. તેણીએ એવા આક્ષેપ પણ કર્યો હતા કે, તેના સાસરિયા તેને મહેણાં ટોણાં મારતા હતા અને તેણીના માતા-પિતા પાસેથી ફર્નીચર માટે રૂ.પાંચ લાખની માંગણી કરતા હતા. તેના પ્રોફેસર પતિ અને સાસરિયાઓએ તેણીને ગર્ભ ધારણ કરવા દીધો ન હતો અને તેણીની ત્રણ વખત ગર્ભપાત કરવાની ફરજ પડી હતી. હાઇકોર્ટે આ સંવેદનશીલ મુદ્દાને પણ ચુકાદામાં નોંધ્યો હતો.


પ્રોફેસર હાઈકોર્ટમાં પહોંચ્યા
અમરેલીની ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા તો પ્રોફેસરે HCમાં પડકાર્યા હતા. અરજદાર પતિની રજૂઆત હતી કે તેણે પ્રેમ લગ્ન કરેલા છે, વિદ્યાર્થીની (પત્ની)ના અભ્યાસ માટે ભંડોળ આપેલુ. પત્નીએ તેના કેસના સમર્થનમાં કોઈ નક્કર પુરાવાઓ રજૂ કર્યા નથી. પત્નીના વકીલની રજૂઆત હતી કે પ્રોફેસરે તેને ફસાવી છે અને તેની સાથે કરાર આધારિત લગ્ન કરવા માટે દબાણ કરેલુ. લગ્ન બાદ, સાસરિયા પક્ષ દ્વારા તેને સતત હડધૂત કરાતી હતી, તેની ઈચ્છા વિરુદ્ધ ત્રણ વાર ગર્ભપાત કરાવડાવ્યો છે. પતિએ ઘરમાં ફર્નિચર બનાવવા માટે પિયરમાંથી રુ પ લાખ લાવવા દબાણ કરેલું છે. 


પ્રસ્તુત કેસમાં પત્ની છે તે અગાઉ અરજદાર પ્રોફેસર જે પોલીટેકનીક કોલેજમાં ભણાવતા હતા, ત્યાં વિદ્યાર્થિની હતી. દરમ્યાન પ્રોફેસરે આગ્રહ કર્યો હતો કે, તેણીએ તેના વિષયમાં એ ગ્રેડ મેળવવો પડશે નહી તો, તેણીએ તેની ઇચ્છા મુજબ કાર્ય કરવું પડશે. પ્રોફેસર સતત ફોન કરીને વિદ્યાર્થિનીને તેન સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો અને જણાવતો હતો કે, તે તેથી તેની સાથે લગ્ન કરશે તો, તેના અગાઉના લગ્નજીવનથી થયેલા બંને બાળકોને એક માતા મળી જશે. વિદ્યાર્થિની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસરે તેણીની કેટલા દસ્તાવેજો પર સહીઓ કરાવી હતી, જે પાછળથી લગ્નની અરજીનું ફોર્મ હોવાનું સામે આવ્યું હતું.


આ પણ વાંચો : 


ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ કેમ, 2022 માં આટલા લોકો ભારત છોડીને અન્ય દેશોમાં વસ્યા


ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા મામલે સરકારનો મોટો નિર્ણય, બોર્ડે આમને ઝટકો આપ્યો