Groundnut Oil prices Hike : એક તરફ મોંઘવારી આસમાને પહોચી રહી છે. જેને લઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ હવે મોંઘવારીનો વધુ એક મારો આમ જનતાના માથે પડ્યો છે. હવે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા બે થી ત્રણ  દિવસમાં ૧૩૦ થી ૧૪૦ જેટલા રૂપિયા વધી જતા ગૃહીણીનું બજેટ ખોરવાયું છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સતત ત્રીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. 3 દિવસમાં સીંગતેલમાં ડબ્બે 150 રૂપિયાનો ભાવ વધારો થયો છે. છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં 150થી 180 રૂપિયાનો વધારો થયો. આ સાથે જ સીંગતેલના ડબ્બાનો ભાગ 2870 થી વધીને 2900 સુધી પહોંચ્યો છે. છેલ્લા થોડા દિવસમાં ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો હોવાનું વેપારીઓ કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકોના માથા પર બોજો
સિંગતેલના ડબ્બાનો ભાવ 2870 થી વધીને 2900 સુધી પહોચી ગયા છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગૃહિણીનું કહેવું છેકે એક તરફ મોંઘવારી આટલી વધી રહી છે. ત્યાં હવે ખાદ્યતેલના ભાવ વધારો અસહ્ય છે. એક સાથે આટલો ભાવ વધારો વ્યાજબી નથી. સરકારે તેલના ભાવમાં રાહત આપવી જોઈએ. 


કેમ વધે છે સિંગતેલના ભાવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 


માનીએ તો સીંગતેલનો ડબ્બો આવતા દિવસોમાં 3,000 ને પાર જઈ શકે છે. મધ્યમ વર્ગ એક તરફ દરેક મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. હવે સીંગતેલના ભાવમાં પણ સતત વધારો છે. પીલાણવાળી મગફળી ની ઓછી મળતના કારણે સતત ભાવ વધી રહ્યા છે. સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઇલ મીલ ની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં સિંગતેલનો 15 કિલો નો ડબ્બો 3000 ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.