Rajkot: ઘરની સાફ સફાઈમાં ઉપયોગી સાવરણીનો સંબંધ વ્યક્તિના સુખ અને સૌભાગ્ય સાથે પણ હોય છે. સાવરણીનો સીધો સંબંધ માતા મહાલક્ષ્મી સાથે પણ છે તે વાતનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવેલો છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ઝાડુ સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જેના વિશે તમે પણ આજ સુધી ઘણીવાર વાંચ્યું હશે. પરંતુ હકીકતમાં સાવરણીનું મહત્વ જોવું હોય તો એક વખત ચોક્કસથી રાજકોટ શહેરની મુલાકાત લેવી. તેનું કારણ છે કે રાજકોટ શહેરમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં માતાજીને સાવરણી ધરાવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગોવાના બીચનો શ્રેષ્ઠ વિકલ્પ છે ગુજરાત : આ 5 બીચ જોઈ લેશો તો ગોવા જવાનું ભૂલી જશો


દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધતા રહે અને દરિદ્રતા દૂર થાય. આ મનોકામના માતા મહાલક્ષ્મી પૂરી કરે તે માટે રાજકોટમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરે સાવરણી ચઢાવવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા જાય તો મીઠાઈનો પ્રસાદ ધરાવે છે પરંતુ રાજકોટના આ મંદિર ખાતે જે પણ વ્યક્તિ દર્શન કરવા આવે તેના હાથમાં સાવરણી જોવા મળે છે. રાજકોટ શહેરમાં આવેલું આ મંદિર 70 વર્ષથી પણ વધારે જૂનું છે. આ મંદિર ખાતે શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ધનતેરસ અને દિવાળીના દિવસે પણ અહીં મોટી સંખ્યામાં ભક્તો સાવરણી અર્પણ કરવા આવે છે.


આ પણ વાંચો: શું છે પતરવેલિયાંનો ઈતિહાસ? ગુજરાતમાં કઈ કઈ જગ્યાના ફેમસ છે પાત્રા, કેવી રીતે બનાવશો


આ મંદિર વિશે માન્યતા છે કે માતાજીના દર્શન કરી તેમને સાવરણી ચઢાવીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે પૂરી થાય છે. ઘણા લોકો આ મંદિરમાં સાવરણી ચડાવવાની માનતા પણ રાખે છે. જ્યારે માનતા પૂરી થાય તો લોકો મંદિરમાં બે સાવરણી લઈને આવે છે. બંને સાવરણી પહેલા માતાજી સમક્ષ અર્પણ કરવામાં આવે છે અને ત્યાર પછી એક સાવરણી મંદિરમાં જ મૂકી બીજી સાવરણીને ઘરે લઈ જવામાં આવે છે. 


આ પણ વાંચો: મા લક્ષ્મીના 4 હાથ નહીં ગુજરાતના આ ગામોમાં તો ખુદ વસે છે, કુબેરે ખોલી દીધો છે ખજાનો


આ મંદિર ખાતે દર્શન કરવા આવતા ભક્તોનું પણ કહેવું છે કે માતાજી સમક્ષ સાવરણી ચઢાવીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે અચૂક પૂરી થાય છે. ભક્તોનું માનવું છે કે અહીં ચઢાવેલી સાવરણીને ઘરમાં રાખવાથી ઘરમાંથી દરિદ્રતા દુર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ રહે છે.