અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે માઠા સમાચાર છે. વાત કરીએ તો રાજ્યભરમાં આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદનું તાપમાન 44 થી 45 ડિગ્રી રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ર્ટ્ર કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 24 કલાક બાદ કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે કેરળમાં આ વર્ષે 15 દિવસ ચોમાસું મોડું આવતા તેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે જેના કારણે હજુ પણ 15 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નહીવત છે.


અમદાવાદ: RTOમાં સામે આવ્યું કૌભાંડ, વૈભવી કારમાં થઇ લાખોની ટેક્સ ચોરી



આજે રાજ્યમાં મળી કાળઝાળ ગરમી જોવા મળી હતી. સૌથી વધુ તાપમાન 45.3 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયુ હતું. જ્યારે સૌથી ગરમ શહેરોમાં 45.1 ડિગ્રી સાથે બીજા સ્થાને ડીસા પણ અત્યંત ગરમ રહ્યું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, ભુજ અને કંડલા એરપોર્ટ ખાતે 44.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું.