અમદાવાદ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ હાવામાનમાં બદલાવ આવતા પવન સાથે વરસાદ શરૂ આવ્યો હતો. ત્યારે ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોધમાર વરસાદથી ગીરનું જંગલ ખીલી ઉઠ્યું હતું. ગીર જંગલમાં આવેલી નદીઓમાં પૂર આવ્યા છે. ગીરગઢડામાં ભારે વરસાદના પગલે નગડીયા ગામે આવેલી શાહિ નદીમાં ધોડાપુર આવ્યું હતું. આ સાથે જ ગામમાંથી પસાર થતાં પુલ પર પણ પાણી ફરી વળ્યું છે. મેંદરડામાં એક કલાકમાં ભારે પવન સાથે ધોધમાર અઢી ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. તેમજ નદીમાં પૂર આવતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


રાજ્યસભાની ચૂંટણી: કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કાફલો બસમાં આબુ જવા રવાના



ખાંભાના ડેડાણ ગામમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભા ગીરકાંઠાના ડેડાણ, ત્રાકુડા, નિગાળા, માલકનેસ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વાવણી બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. સાવરકુંડલાના આદસંગ અને થોરડીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધારી સરસીયા અને ગીર પંથકના ગામડાઓમાં વરાસદ વરસ્યો હતો. ધારીના મોણવેલ ગામની નદીમાં પુર સાથે દીપડાનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. ઉપરવાસમાં વરસાદને પગલે નદીના પાણી સાથે દીપડો તણાયો હોવાનું વનવિભાગનું માનવું છે.