ગુજરાતમાં ફરી પેપરલીકકાંડ : સૌરાષ્ટ્ર યુનિ.માં BBA-B.com ની પરીક્ષાના પેપર ફૂટ્યા
Saurastra University Paper Leak : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ અને બીકોમની પરીક્ષાનું પેપર લીક થવાના સમાચાર વહેતા થયા... બીબીએનું પેપર નવું તૈયાર કરવામાં આવ્યું... તો બીકોમની પરીક્ષા રદ કરવામાં આવી...
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં ફરી એકવાર પેપરલીક કાંડ બન્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકની ઘટના બની છે. પરીક્ષાનું પેપર લીક સમાચાર વહેતા આજની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. જ્યારે કે, બી. કોમ નું આજનું પેપર રદ્ કરાયું છે. પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયા છે. ત્યારે પરીક્ષા નિયામક નિલેશ સોનીની ભક્તિનગર પોલીસે રાત્રિના બે વાગ્યા સુધી પૂછપરછ કરી હતી.
ગુજરાતમાં ક્યાંકને ક્યાંક પેપર લીકની ઘટના બનતી હોય છે. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો વિવાદોનું એપી સેન્ટર બનેલી છે. અહીં સતત વિવાદ થયા રહે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વાર પેપર લીકની ઘટના ની છે. બી.બી.એ સેમેસ્ટર-૫નું ડાયરેક્ટ ટેક્સ અને બી. કોમ સેમેસ્ટર-૫નું ઓડીટીંગ કોર્પોરેટ ગવર્નન્સ-૧ નામના વિષયનું પેપર લીક થયાના સમાચાર વહેતા થયા હતા.
ખાનગી સમાચારપત્રોની પ્રેસનોટ પેટીમાં કોઈ પરીક્ષાનું પેપર નાખીને જતું રહ્યું
ગુજરાતમાં વધુ એક કથિત પેપરલીક કાંડની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પેપર લીક થવું તેમજ ભરતીઓ રદ થવી જેવી બાબતો તો હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ એક કથિત પેપરલીક કાંડની ઘટના સામે આવી છે.રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયા હોવાના સમાચાર વહેતા થયા છે. ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત પેપરલીક કાંડથી ખળભળાટ મચી ગઈ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.Com સેમેસ્ટર-5ના પેપર લીક થયા હોવાના સમાચાર વહેતા થયા છે. આજે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર યુનિવર્સિટીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પેપરલીક થયા હોવાના સમાચાર વ્હેતા થયા બાદ રાતોરાત BBAનું પેપર બદલી કાઢવામાં આવ્યું કોલેજોમાં સવારે 5 વાગ્યે BBAના નવા પેપર મોકલવમાં આવ્યા. જો કે B.Comની આજની પરીક્ષા તો રદ જ કરી દેવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ખાનગી સમાચારપત્રોની પ્રેસનોટ પેટીમાં કોઈ પરીક્ષાનું પેપર નાખીને જતું રહ્યું હતું. પોલીસને પ્રેસનોટ પેટીમાંથી પરીક્ષાનું પેપર પણ મળી આવ્યું. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે પરીક્ષા નિયામક નિલેશ સોનીની પૂછપરછ કરી. પોલીસ આ મામલે આજે ફરિયાાદ પણ નોંધશે.
પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે. 13 ઓક્ટોબરે લેવાનારી બંને પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે મીડિયા પાસે પહોંચી હતી. તો અમુક ખાનગી કોલેજોના સંચાલકો રાત્રે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવી લેતા હોવાની ચર્ચા વહેતી થઈ હતી. પરીક્ષા નિયામક દ્વારા તાત્કાલિક પેપર રદ કરવામાં આવ્યા હતા. બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી આપ્યું હતું. જ્યારે કે, બી. કોમ નું આજનું પેપર રદ્ કરાયું છે.
બી. કોમનું આજનું પેપર રદ થતાં ૭૦ થી વધુ કોલેજના ૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. પેપર લીક પ્રકરણમાં આજે ગુનો દાખલ કરવામાં આવશે