Rajkot News : પેપર ફૂટવાની ઘટનાઓ દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે માથાનો દુખાવો બની છે. આને કેવી રીતે રોકવી તે બધા માટે મૂંઝવણ છે. આવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર ફૂટતા રોકવા માટે અનોખો પ્રયોગ શરૂ કરયો છે. પ્રશ્નપત્ર પર કોડ છાપનારી ગુજરાતની આ પહેલી યુનિવર્સિટી બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે ખબર પડશે પેપર લીક
પેપર ફૂટતા રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોને વાહનના નંબર જેવા કોડ આપી દેવાયા છે.  દરેક કોલેજોને ત્રણ આલ્ફાબેટ અને 5 આંકડાનો નંબર આપી દેવાયો છે. હવે આ કોડ જ જે-તે કોલેજની ઓળખ બનશે અને યુનિવર્સિટી જે કોલેજને પરીક્ષાના પ્રશ્નપત્ર મોકલશે તે કોલેજના પ્રશ્નપત્રમાં પણ જે-તે કોલેજનો આ નવો જનરેટ કરેલો કોડ છાપવામાં આવશે જેથી જો કોઈ પેપર લીક થાય તો આ કોડ દ્વારા ગણતરીની સેકન્ડમાં જ જાણી શકાશે કે કઈ કોલેજમાંથી પેપર લીક થયું છે.


માંડલ અંધાપાકાંડમાં 5 દર્દીઓએ કાયમ માટે દ્રષ્ટિ ગુમાવી : 13 દર્દીઓની સ્થિતિ નાજુક


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાની સાથે જોડાયેલી તમામ કોલેજોને કોડ અપાયાછે. અંદાજે 280 જેટલી કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમા આવેલ 29 જેટલા ભવનને કોડ આપવામાં આવ્યો છે. હવે આ કોડ થકી જ પરીક્ષા લેવામાં આવશે. 


તેમજ બીજો મોટો નિર્ણય એ પણ લેવાયો કે, હવે પેપર સેટર પ્રશ્નપત્ર સીધું જ પ્રિન્ટિંગ પ્રેસને મોકલી અપાશે. 


ગુજરાત પર કાળ બનીને ત્રાટકશે વરસાદ : જાન્યુઆરીના આ દિવસોમાં વરસાદની અંબાલાલની આગાહી


કેવી રીતે બનાવાયો કોડ
કોલેજના જિલ્લાના પ્રથમ 3 આલ્ફાબેટ. ત્યાર બાદ બે આંકડાઓનો કોલેજ કોડ લખાશે. પછી ત્રણ આંકડાનો સિરિયલ નંબર લખાશે. આ રીતે બનશે કોડ. 


ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી પેપર ફૂટવાની ઘટનાઓ બની રહી હતી. જેને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડતી હતી. તેથી હવે યુનિવર્સિટીનો આ અનોખો પ્રયોગ કેટલો સફળ જશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.  


હવે ઘર બેઠા ઓનલાઈન અંબાજીનો મોહનથાળનો પ્રસાદ મંગાવી શકશો, થઈ મોટી જાહેરાત