કેતન બગડા/અમરેલી: ક્રાઈમ પેટ્રોલ અને CID જેવી ક્રાઈમ સિરિયલ્સનો હેતુ અપરાધીઓની કરતૂતથી જનતાને સાવધાન કરવાનો છે. જોકે, અત્યાર સુધીમાં એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં આ પ્રકારની થ્રિલર સિરિયલ્સ અને ફિલ્મ જોઈને લોકો ગુનાખોરીના રવાડે ચઢી ગયા હોય. જોકે, આ બધા વચ્ચે અમરેલીમાં ક્રાઈમ સિરિયલને પણ ઝાંખી પાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પુત્રવધૂએ પોતાની માતા સાથે મળીને સાસુને જ રહેંસી નાખ્યા. શું છે આ હચમચાવતી ઘટના?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાની શરૂઆત પહેલા શું ગુજરાતમાં આવશે આ મોટો ખતરો? અંબાલાલે કરી ખતરનાક આગાહી


  • ક્રાઈમ સિરિયલને પણ ઝાંખી પાડે તેવી ઘટના

  • સુનિયોજિત હત્યાકાંડથી અમરેલીમાં ચકચાર

  • પુત્રવધૂએ માતા સાથે મળી સાસુને રહેંસી નાખ્યાં


ઉનાળામાં આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો! આ 10 પાર્લરનો ખાશો તો કેન્સરનો મોટો ખતરો!


અપરાધની દુનિયામાં સૌથી નિર્મમ હત્યાકાંડ અમરેલીના સાવરકુંડલામાં થયો છે. જ્યાં પુત્રીએ પોતાની માતા સાથે મળીને સાસુની જ હત્યા કરી નાખી છે અને આ હત્યાનું કારણ છે સાસુ અને વહુનો ઘરકંકાસ. જી હાં, યોજનાબદ્ધ રીતે.. જે રીતે બીનાબહેન પાઠક નામની મહિલાની હત્યા કરવામાં આવી છે એ હત્યાકાંડ કદાચ કોઈ રીઢો ગુનેગાર પણ ન કરી શકે એવી રીતે યોજનાબદ્ધ અંજામ આપવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણની શરૂઆત કરીએ તો, સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં આવેલા પ્રસાદ નામના બંગલામાં વિધવા બીનાબહેન અને તેમનો પુત્ર વૈભવ રહેતા હતા.. પુત્ર વૈભવ એક ખાનગી બેંકમાં નોકરી કરે છે અને આઠ માસ પહેલાં તેમના લગ્ન શ્વેતા શાસ્ત્રી નામની યુવતી સાથે થયા હતા.. 


ગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો; SITની રચના, ખૂલી ચોંકાવનારી હકીકતો


લગ્ન બાદ શ્વેતાનો તેમના સાસુ બીનાબહેન સાથે અવાર નવાર ઝઘડો થતો હતો. શ્વેતાને પોતાના પિયર જવું હોય તો પણ જવા દેવામાં આવતી નહોતી. જેથી શ્વેતાએ તેમના સાસુની હત્યા કરવા માટે તેમની માતાને અમદાવાદથી બોલાવી. એટલું જ નહીં સાસુ બીનાબહેનની હત્યા માટે કટર પણ સાથે લાવવાની સૂચના ફોનમાં આપી અને એ દિવસ આવ્યો જ્યારે હત્યા કરવાનું નક્કી કર્યું. 8 તારીખના રોજ રાત્રે 7થી 9 વાગ્યા વચ્ચે માતા-પુત્રીએ બીનાબહેનની હત્યા કરી નાખી. જે રીતે સમગ્ર હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે એ કોઈ રીઢા ગુનેગારને પણ શરમાવે એ પ્રકારે છે.


ફી ભરનારા બાળકોને AC રૂમ, RTEના બાળકોને અલગ બેસાડ્યા: ભરૂચની એમિક્સ સ્કૂલની મનમાની


જી હાં, સૌથી પહેલાં મૃતક બીનાબહેનની આંખમાં શ્વેતાએ મરચું નાખ્યું. ત્યારબાદ તેમની માતાએ લાવેલું કટરથી કપાળનો ભાગ કાપી નાખ્યો. ત્યારબાદ ગળાના ભાગે કટર ફેરવીને તેમની હત્યા નીપજાવી દીધી. રાત્રે 08.30 વાગ્યે પુત્ર વૈભવ પાઠક જ્યારે ઘરે આવ્યો તો તેમને પણ મારવાનો પ્રયાસ કર્યો. તેમની આંખમાં મરચુ નાખીને છટકી જવાનો પ્રયાસ કર્યો. ચોંકાવનારી વાત તો એ છેકે, માતા-પુત્રીએ સાસુની હત્યા કર્યા બાદ હત્યાનો આરોપ તેમના જ પુત્ર પર નાખવાનો પ્રયાસ કર્યો.. જ્યારે પુત્ર વૈભવે પોલીસમાં ફરિયાદ નોંધાવી તો સામે તેમના સાસુએ પણ વૈભવ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે, બીનાબહેનની હત્યા તેમના જ પુત્રએ કરી છે.


અ'વાદમાં ડિપોઝિટની બબાલમાં ખેલાયો ખૂની ખેલ; 8 સંતાનના માતા પિતાએ મહિલાને કાપી નાંખી!


પોલીસે હત્યામાં વપરાયેલ કટર સહિતની સામગ્રીઓ જપ્ત કરી છે. આ ઉપરાંત આરોપીઓની 12 કલાકથી વધુ પૂછપરછ દરમિયાન હત્યાકાંડનો પર્દાફાશ થયો છે. જોકે, આ હત્યાકાંડ સભ્ય સમાજ માટે આઘાત જનક છે. આ પ્રકારે નિર્દયતાથી પોતાના જ પરિજનોની હત્યા આઘતા આપનારી છે.