નિલેશ જોશી/ઉમરગામ: ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતા ફેરફારથી કેરીના પાકને બચાવવા ઉમરગામના બીલિયાના ખેડૂતે નવતર પ્રયોગ કર્યો છે. છેલ્લા પાંચ વર્ષથી બદલાતા વાતાવરણ, માવઠાના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થતું હતું. જેનાથી બચવા માટે ખેડૂતે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ અને વિદેશના અનુભવોથી પ્રેરણા લઈ કેરીને કાગળીની બેગમાં રાખી છે. કેરી પર ફ્લાવરિંગ બાદ પેપરની બેગ ફળ પર લગાવી દેવામાં આવે છે. જેનાથી વાતાવરણ કે જીવાતની અસર કેરી પર થતી નથી. અને આ કેરી ચમક અને સારી ગુણવત્તા વાળી પાકતી હોવાથી તેના ભાવ પણ સારા મળે છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અતીકની હત્યામાં 3 નહીં પણ આટલા શૂટર્સ હતા સામેલ? એક ભૂલથી થયો ચોંકાવનારો ખુલાસો 


ગ્લોબલ વોર્મિંગના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ અને જલવાયુ પરિવર્તનની સીધી અસર ખેતી પર પડી રહી છે. ત્યારે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં છેલ્લા 1 દશક થી કેરીના પાકમાં વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. ચાલુ સીઝનમાં પણ વલસાડ જિલ્લામાં માંડ 15 થી 20 ટકા કેરીનો પાક જ આંબાવાડીઓમાં બચ્યો છે. એવા સમયે ઉમરગામના બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂતોએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેથી ખેડૂતો કેરીના પાકમાં થતાં તમામ પ્રકારની નુકસાનથી બચી શકે છે. આ પ્રયોગથી આ ખેડૂતે આ વર્ષે કેરીનો મબલખ પાક લઈ રહ્યા છે. આવો જાણીએ એવો શું પ્રયોગ કર્યો છે જેથી બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદથી પણ કેરીના પાકને રક્ષણ મળ્યું છે અને તેમની વાડીઓમાં કેરીનો મબલખ પાક આંબા ઉપર ઝૂલી રહ્યો છે.


કરોડોનો મુગટ સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ, જુઓ PHOTOs


રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે...જિલ્લામાં 37 હજાર હેક્ટરમાં જમીનમાં આંબાવાડીઓ આવેલી છે.. દર વર્ષે વલસાડ જિલ્લામાં બે થી અઢી લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે.. જોકે છેલ્લા પાંચ વર્ષ થી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને કેરીના પાક થી મોહભંગ થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી બદલાતા વાતાવરણ , ગ્લોબલ વોર્મિંગ વાતાવરણની અનિશ્ચિતતા , વાદળછાયુ વાતાવરણ અને અવારનવાર થતાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છે.. એવા સમયે ઉમરગામ ના બીલીયા ગામ ના પ્રગતિશીલ ખેડૂત રાજેશ શાહ એ અનોખો પ્રયોગ કર્યો છે.. જેથી આ વર્ષે આ ખેડૂતો કેરીના પાકમાં થયેલા વ્યાપક નુકશાન થી બચી શક્યા છે.. આ પ્રગતિશીલ ખેડૂત રાજેશ શાહે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ અને વિદેશ પ્રવાસ ના અનુભવ થી પ્રેરણા લઇ તેઓએ પોતાની વાડીમાં પેપર બેગ નો પ્રયોગ શરૂ કર્યો છે.


સરકાર આ દિવસે જારી કરશે 100 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે, શું હશે તેમાં ખાસ


આંબાપર ફ્લાવરિંગ ના સમય બાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય છે.. ત્યારે જ આ પ્રકાર ની પેપર બેગ કેરીના ફળ ઉપર લગાવી દેવામાં આવે છે.. આ પેપર બેગ ના ઉપયોગથી કેરીના પાકને ઠંડી-ગરમી, વાદળછાયુ વાતાવરણ કમોસમી વરસાદ કે ચિકટો સહિત કેરીના પાકમાં થતા અન્ય રોગ અને નુકસાન થી પણ કેરીને રક્ષણ મળે છે ..વધુમાં આ પેપરબેક થી કેરીના પાક ના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થાય છે..અને પરિણામે પેપર બેગ થી સુરક્ષિત કેરીનો ભાવ પણ વધુ મળે છે .વલસાડી કેરી ને વિદેશ માં એક્સપોર્ટ કરવા માટે અનેક માપદંડો માંથી પસાર થવું પડે છે .કેરી પર એક પણ ડાઘ ન હોવો જોઈએ .કેરી નો રંગ ચટક કેસરી હોવો જોઈએ તેમજ દરેક ફળ મોટું અને દળદાર હોવું જઈએ. પેપર બેગના ઉપયોગથી એક્સપોર્ટ ક્વોલિટીની કેરીનું ઉત્પાદન થઇ શકે છે .જેથી પેપર બેગના નજીવા ખર્ચમાં ઉત્પાદન થતી વલસાડી આફૂસના વિદેશમાં ખુબ સારા ભાવ મળી શકે છે. 


હત્યારો હત્યા કરીને માથુ સાથે લઈ ગયો, ખેડા પોલીસે 15 કલાકના ઓપરેશનમાં ઉકેલ્યો ભેદ


બીલીયા ગામ ના પ્રગતિશીલ ખેડૂત રાજેશ ભાઈ ના આ નવતર પ્રયોગ ને કારણે તેમની આંબાવાડી માં સ્વાદિષ્ટ અને કેસરી ચટાક કરી નું ભરપૂર ઉત્પાદન થયું છે. સૌથી વધુ નુકસાનકારક પુરવાર થતા વાતાવરણની અનિશ્ચિતતા , કમોસમી વરસાદ વધારે પડતી ઠંડી કે ગરમી ને કારણે કેરીના પાકને થતું નુકશાન થી તેઓ બચી શક્યા છે.. અને કેરીના પાકમાં વધારે પડતી મોંઘી દવાના ખર્ચમાંથી પણ તેઓ બચી શક્યા છે. જેથી અન્ય ખેડૂતો પણ હવે અશોક ભાઈ ના આ પ્રયાસ ને આવકારી રહયા છે અને પોતે પણ ભવિષ્યમાં કેરીનો મબલક પાક લેવા પેપર બેગનો ઉપયોગ કરવા પ્રેરાઈ રહયા છે .


આર્યન ભગતની અદ્દભુત કહાની; 2 વર્ષનો હતો ત્યારે હરિપ્રસાદ સ્વામીએ ભાખ્યું હતું ભવિષ્ય


છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં સતત નુકસાન થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીનો પાક છોડી અને અન્ય પાક કે ખેતી તરફ વળવાનું વિચારી રહ્યા હતા. એવા સમયે કેરીના પાકને નુકશાનીથી બચાવવાં આ ખેડૂતોએ શરૂ કરેલ આ પેપર બેગનો પ્રયોગનો જો વ્યાપક પ્રમાણમા કરવામાં આવે તો...આ પહેલ ક્રાંતિ સર્જી શકે છે..ત્યારે રાજ્ય ના અન્ય ખેડૂતો પણ આ નવતર પ્રયોગ કરી પોતાના મહામુલા પાક ને બચાવી શકે છે.