ઝી બ્યુરો/અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદીને બદનામ કરવાની અને આખીયે ઘટનાને રાજકીય રંગ આપી પોતાના રાજકીય હિતો સાધવાની કોંગ્રેસ અને વિપક્ષો તથા પીએમ મોદી વિરોધીઓની ચાલ ખુલ્લી પડી ગઈ હોવાનું રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નામદાર સુપ્રિમ કોર્ટે આજે એક મહત્વનો ચૂકાદો આપીને સાચકો આંચ નહીં એ વાત પૂરવાર કરી છે. દેશના અને વિશ્વના લોકપ્રિય નેતા આદરણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ર૦૦રના ગુજરાત રમખાણોમાં જે સંડોવણી આક્ષેપો અને આરોપો થયેલા તે પિટીશન નામદાર સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી સામેના આરોપોની તપાસ માટે SITની રચના અને જુદી જુદી અનેક એજન્સીઓ દ્વારા તપાસ તત્કાલિન કેન્દ્ર સરકારે કરાવીને યેનકેન પ્રકારેણ મોદીજીને સંડોવવાની જે ચાલ ખેલી હતી તેને આજે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયે લોકો સમક્ષ ખુલ્લી પાડી દીધી છે. એટલું જ નહી પરંતુ પીએમ નરેન્દ્ર મોદીને બદનામ કરવાની અને આખીયે ઘટનાને રાજકીય રંગ આપી પોતાના રાજકીય હિતો સાધવાની કોંગ્રેસ અને વિપક્ષો તથા મોદી વિરોધીઓની ચાલ ખુલ્લી પડી ગઇ છે. 


ભારે આગાહી વચ્ચે આજે ગુજરાતના 37 તાલુકામાં વરસાદ: જાણો કયા કેટલો વરસ્યો મેઘો


પીએમ નરેન્દ્ર મોદીએ આ તપાસ એજન્સીઓ, SIT, ન્યાયપાલિકા બધાનો આદર-સન્માન કરીને આ સમગ્ર તપાસમાં પૂરો સહયોગ આપ્યો હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને વિપક્ષોએ દેશના આ લોકપ્રિય નેતાની છબીને અને ભારતીય જનતા પાર્ટીના જનાધારને નુકશાન પહોંચે તેવા તમામ પ્રયાસો કપિલ સિબ્લ જેવા કોંગ્રેસી નેતાએ સુપ્રિમ કોર્ટમાં દલીલો કરીને અને કેસને ખેંચીને ચાલુ રાખ્યા હતા. 


વર્ષ ર૦૧રમાં કોર્ટે પીએમ નરેન્દ્ર મોદીને કલીન ચીટ આપી હોવા છતાં વિપક્ષે અલગ અલગ રીતે આ વિષય ઉછાળીને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આજે સુપ્રિમ કોર્ટે ઝાકીયા જાફરીની રીટ પીટીશન ફગાવી દઇ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ગુજરાતને અને ગુજરાતના પનોતા પુત્ર અને પીએમ મોદીને બદનામ કરવાના વિપક્ષના પ્રયાસો સંપૂર્ણ નાકામ થયા છે એમ તેમણે ઉમેર્યું હતું. 


GUJARAT CORONA UPDATE: અમદાવાદીઓ સાવધાન: ફરી રાજ્યમાં કોરોનાની મોકાણ વધી, જાણો નવા કેસ


મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આખો દેશ હવે મોદી વિરોધીઓને સારી પેઠે ઓળખી ગયો છે કે માત્રને માત્ર પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ગુજરાત જેવા દેશના અગ્રેસર રાજયની વિકાસ ગાથામાં રોડા નાખવાના જ કામો આવી પિટીશનથી થયેલા છે. અંતે સત્યનો વિજય થયો છે અને વિરોધીઓના હાથ હેઠા પડયા છે. સત્યનો જય હંમેશા થાય છે તે આજના ચૂકાદાએ સ્પષ્ટ કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.  


સીઆર પાટિલનું નિવેદન
જ્યારે સીઆર પાટિલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સાહેબ ને કોઈ પણ હદ સુધી જઈ હેરાન કરવા, જેલના સળિયા પાછળ ધકેલવાનો નિરર્થક પ્રયાસ કરાયો હતો. પરંતુ આજે લોકોની સમક્ષ દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ ગયું. ગોધરા કાંડ બાદ પગલાં લેવાયા. હિન્દૂ સમાજના લોકોને પણ ગોળી વાગી હતી. 2002 માં બનેલા બનાવ બાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જ્યાં પણ નિરર્થક પ્રયાસ રહ્યો હતો. ફરીથી એજ ફરિયાદ પ્રાઇવેટ કોર્ટમાં દાખલ કરાઈ હતી. સીટની રચના થઈ. પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહોતી. મોદી સાહેબને જવાબ લખાવવા સમન્સ આવ્યો. પરંતુ તેઓ કોઈ પણ ડર વગર સીટ સમક્ષ હાજર રહ્યા.  કોઈ પણ ડર વગર 9 કલાક પૂછપરછનો જવાબ આપ્યા હતા. પીએમ મોદીએ આક્ષેપો સામે જવાબ આપ્યા હતા. 300 પાનાનું જજમેન્ટ આવ્યું. હુકમ આપતા પહેલા ચર્ચા વિચારણા કરી હતી. જ્યાં પણ પોતાની જવાબદારી પ્રમાણિક કરી.


એક રાજકીય બળવાની કિંમત તમને ખબર છે? જાણો મહારાષ્ટ્ર બળવાના જાહેર ખર્ચનો અંદાજ


પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ કેવા કેવા દાવા કરે છે એ લોકો સમક્ષ આવ્યું. નિર્દોષ વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવી. 20 વર્ષ સુધી માનસિક ત્રાસ આપ્યો અને કોર્ટને ગેરમાર્ગે દોરી હતી. આજે કોંગ્રેસ ના નેતા ભ્રષ્ટચાર કરે છે. કોંગ્રેસના નેતા એ આમાંથી શીખ લઈ નિર્દોષ હોવાનો પ્રયાસ કરે. કોંગ્રેસ માફી માંગે તેવી આશા. કોઈને કોઈ ખોટો કેસ કોંગ્રેસ આજે પણ કરે જ છે. પરંતુ આજે કોંગ્રેસ કઈ હદ સુધી જઇ શકે તે સાબિત થયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube