Coronaના વધતા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, રિપોર્ટ દાખલ કરવા કહ્યું
સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ પર સોમવારે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા લગ્ન સમારંભ (Wedding Ceremony) અને સભાઓને (Meetings) મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી
ઝી મીડિયા/બ્યૂરો- અમદાવાદ: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ પર સોમવારે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા લગ્ન સમારંભ (Wedding Ceremony) અને સભાઓને (Meetings) મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે સંક્રમણ વધવા છતાં આપેલી છૂટછાટો અંગે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કોરોનાની સ્થિતિ પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે.
આ પણ વાંચો:- પશ્ચિમ અમદાવાદના ઇસ્કોન પ્લેટીનમમાં કોરોના વિસ્ફોટ, 1150 લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં
સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)થી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઇ છે. કોર્ટે દિલ્હી સરકારથી કહ્યું કે, તેઓ કોરોના નિયંત્રણના પગલાંઓ પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે. કોર્ટે મહારાષ્ટ્રમાં પણ કોરોનાને કારણે ખરાબ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે વધુમાં કહ્યું કે, દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ખુબજ ખરાબ છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સહિત તમામ રાજ્યોને કહ્યું છે કે, કોરોના પર નિયંત્રણના પગલાંને લઇને રિપોર્ટ દાખલ કરે.
આ પણ વાંચો:- કોરોના જંગ સામે વડોદરામાં આજથી શરૂ ડોર ટુ ડોર સર્વે, 8 દિવસમાં 18 લાખ લોકોની કરશે તપાસ
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400ને પાર પહોંચ્યો હતો. આજે રાજ્યમાં નવા 1495 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1167 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,79,953 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
આ પણ વાંચો:- 5 માપદંડ મુજબ જ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે: ડૉ. ભરત ગઢવી
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.16 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 980.60 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 72,35,184 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- રાજ્ય સરકારના કર્ફ્યૂ બાદ 4 મહાનગરોના રસ્તા પર લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,02,685 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,02,573 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 112 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13,600 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 93 છે. જ્યારે 13,507 લોકો સ્ટેબલ છે. 1,79,953 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3859 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 8, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ગાંધીનગર 1 અને ભાવનગરનાં 1 વ્યક્તિ સહિત કુલ 13 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube