મોદી સરકાર તમને આપશે મફત લેપટોપ અને સાઇકલ, બનાવટી લીંક થઇ વાયરલ
સોશિયલ મિડિયાના વોટસઅપ પ્લેટફોર્મ પર છેલ્લા ઘણા દિવસથી http://Bharat-Sarkar.co આ લીંક સાથેનો મેસેજ ફરી રહ્યો છે.
ગૌરવ પટેલ/ અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મિડિયા પર વાઇરલ થઇ રહેલા મફત સાઇકલ અને લેપટોપના મેસેજથી યુવાનોમાં કુતુહલ સર્જાયુ છે. આ બે વેબ લીંકમાં 15 ઓગસ્ટના રોજ મફત સાઇકલ અને લેપટોપ માટે રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવે છે. જો કે જ્યારે ઝી ચોવીસ કલાકની ટીમે તેનું રજી સ્ટ્રેશન કર્યુ તો કંઇક આવી માહિતી સામે આવી.
સોશિયલ મિડિયાના વોટસઅપ પ્લેટફોર્મ પર છેલ્લા ઘણા દિવસથી http://Bharat-Sarkar.co આ લીંક સાથેનો મેસેજ ફરી રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્રી સાઇકલ યોજના ભારત સરકાર બધા છોકરા અને છોકરીઓને મફત સાઇકલ મળશે. તમામ સાઇકલ 15 ઓગસ્ટના રોજ વહેંચવામાં આવશે અને આ માટે આ ફોર્મ ભરો. સાથે જ મેસેજમાં એવુ લખવામાં આવ્યુ છે કે આ મેસેજ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ફોરવર્ડ કરો જેથી ઘણા લોકોને તેનો લાભ મળે પણ જ્યારે આ લીંકની સત્યતા ચકાસવાની શરૂઆત કરી તો ચોકવાનારી વિગત સામે આવી. જેમાં લીંક પર ક્લિક કરતાં જ ભારતના વડપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રમુદ્રાવાળું પેજ ખુલ્યું અને જ્યારે તેમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્લિક કરી તો વેબ એડ્રેસ આપતી કંપનીનું પેજ ખુલ્યુ પણ ક્યાંય મફત સાઇકલની વાત ન આવી.
હવે બીજી લીંકની વાત કરીએ તો http://laptop-yojna.india-govt.com લીંકના મેસજેમાં કહેવામાં આવ્યું છે કે લેપટોપ વિતરણ યોજના 2018 હવે ભારતના તમામ નાગરીકો હશે. ડીજીટલ કેમ કે મોદીજી આપી રહ્યા છે આ 15 ઓગસ્ટે ફ્રી લેપટોપ. 10 હજાર લોકોને ફ્રી લેપટોપ આપવામાં આવશે આજે તમારૂ નામ લીસ્ટ કરાવો.
જ્યારે આ લીકં પર ક્લીક કર્યુ તો અહી પણ ભારતના વડપ્રધાન નરન્દ્ર મોદી અને રાષ્ટ્રમુદ્રા વાળુ પેજ ખુલ્યુ અને જ્યારે સાથે જ અહી ડીજીટલ ઇન્ડીયાનો લોગો પણ જોવા મળ્યો. જેવું રજીસ્ટ્રેન કર્યુ તો સામે આવ્યું કે આ મેસેજ વોટ્સઅપમાં 10 લોકોને મોકલો લીંક 10 લોકોને ફોરવર્ડ કર્યા બાદ એક ઓર્ડર નંબર સ્ક્રીન પર આવ્યો અને કહેવામાં આવ્યુ કે મોદી એપ ડાઉન લોડ કરો અને તે એપને ઓછામાં ઓછા સાત દિવસ ફોનમાં રાખો. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ બંને લીકની ઉંડી તપાસ માટે લોકો છેતરાત નહી તે માટે રાજ્યના પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી કોઇ યોજના સરકારની વેબ પર જોવા મળતી નથી.
આ બંને લીંકમાં નરેન્દ્ર મોદીના અને દેશની રાષ્ટ્રમુદ્રાના ફોટોનો ઉપયોગ કરી છેતરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું જણાઇ આવે છે. આ લીંક અંગે સાઇબર એક્સપર્ટનું કહેવું છે કે દેશના વડાપ્રધાનનો ફોટો મુકવો યોગ્ય નથી. બનાવટી અને મેલાફાઇડ ઇન્ટેશન માટે ચુંટાયેલા પ્રતિનિધિના નામ અને ફોટો તથા રાષ્ટ્રમુદ્રાનો ઉપયોગ પ્રથમ દર્શી ગુન્હો છે. સીધી રીતે આ પોલીસ કેસ બને છે તેમણે ઉમેર્યુ કે પ્રથમ નજરે બંને લીંક ફેક લાગે છે અને તેની ડિઝાઇન પરથી તનો ખ્યાલ આવે છે.
જે વ્યક્તિનો આ વિષય ન હોય તેણે આ લીંક પર ક્લીક કરવું નહી. કેમકે જે માહીતિ માંગવામાં આવે છે તે દર્શાવે છે કે આ પ્રોફેશનલ વેબ પેજ નથી. વળી સાઇકલવાલી લીંકમાં જે ડોમાઇન કંપીને ડોમાઇન વેચ્યું હોય અને હવે તેનો ઉપયોગ થતો ન હોય તો ફરી વાર વેચાણ માટે રાખ્યુ હોવાનું લાગે છે. જ્યારે મોદી એપ ડાઉન લોડ કરવા વાળી લીંકમાં મોદી એપ સુધી પહોચાય છે. પણ જે ફોનમાં સીક્યુરીટી સારી હોય ત્યાં એપ ડાઉનલોડ થતી નથી. સરકારી વેબ સાઇટમો એન્ડ GOV.IN હોય છે જ્યારે અહીં ભળતુ નામ જોવા મળે છે. સાથે જ વડા પ્રધાનના ફોટાનો ઉપયોગ યોગ્ય નથી.
15 ઓગસ્ટને હજુ એક અઠવાડીયાથી વધારનો સમય છે અને જે રીતે આ લીંક સાથેના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. તે જોતાં ઘણા લોકો આમાં છેતરાઇ જાય એવુ લાગે છે ત્યારે આ લીંકના વાઇરલ થતી અટકાવવા અથવા તો તેને બનાવનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે.