ઝી બ્યુરો/અમદાવાદ: કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના એક પછી એક કૌભાંડોનો ખુલાસો થઈ રહ્યો છે. કાળી કમાણીથી મોટો વૈભવી ભોગવી રહેલા ભૂપેન્દ્ર ઝાલાએ જાતભાતની સ્કીમો બહાર પાડી અનેક લોકોને છેતર્યા છે. તેના કૌભાંડનો આંકડો 6 હજાર કરોડ છે. ત્યારે વધુ એક ખુલાસો તેના એજન્ટોને લઈ થયો છે. સરકારી નોકરી કરતાં શિક્ષકો પણ ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા. અનેક શિક્ષકોએ bzની સ્કીમમાં મોટું રોકાણ કર્યું સામે આવ્યું છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો?


  • કાળી કમાણીનું ભૂપેન્દ્ર ઝાલાનું સામ્રાજ્ય 

  • લોભામણી સ્કીમોથી લોકોને છેતર્યા 

  • સરકારી શિક્ષકો હતા ઝાલાના સાથીદાર

  • bzના એજન્ટો તરીકે કામ કરતાં હતા શિક્ષકો

  • વધુ વ્યાજની લાલચમાં અનેક શિક્ષકો ફસાયા 

  • એજન્ટ શિક્ષકોને શોધવા તપાસનો ધમધમાટ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોભિયા હોય ત્યાં ઘૂતારા ભૂખે નથી મરતાં...આ કહેવત આપણે બાળપણથી સાંભળીએ છીએ..કહેવતનો મતબલ પણ સ્પષ્ટ રીતે સમજીએ છીએ...છતાં પણ લોભ અને લાલચમાં ઘણીવાર એવા ફસાઈ જઈએ છીએ કે પાછળથી પછતાવા સિવાય કંઈ રહેતું નથી...bzના કરોડોના કૌભાંડમાં સૌથી વધુ ચિંતામાં હોય તો તે કેટલાક સરકારી શિક્ષકો છે...કારણ કે આ સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા...અને અન્ય શિક્ષકોને bzમાં રોકાણ કરાવતાં હતા...એવા અનેક શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે જેમણે લાખો રૂપિયાનું રોકાણ ભૂપેન્દ્ર ઝાલાની લોભામણી સ્કીમોમાં કર્યું હતું...હવે જ્યારે શિક્ષક એજન્ટના ખુલાસા થતાં આ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


શું થયો ખુલાસો?


  • સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા

  • અન્ય શિક્ષકોને bzમાં રોકાણ કરાવતાં હતા

  • શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓએ લાખોનું રોકાણ કર્યું હતું

  • શિક્ષક એજન્ટના ખુલાસા થતાં આ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે


જે શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતાં હતા તેમાંથી મોટા ભાગના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે...પરંતુ ઝાલાના એક એજન્ટ પોપટ માસ્ટરનું નામ ખુલ્લીને સામે આવ્યું રહ્યું છે...પોપટ માસ્ટર નામનો આ શિક્ષકે બીજા અનેક શિક્ષકોને bz સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું...પરંતુ હવે જ્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આ પોપટ માસ્ટર ભૂર્ગભમાં ઉતરી ગયો છે. તો તપાસનો રેલો પોતાના સુધી પહોંચવાના ડરે અન્ય પણ અનેક એજન્ટ હાલ જોવા નથી મળી રહ્યા....


કયું નામ આવ્યું સામે?


  • ઝાલાના એક એજન્ટ પોપટ માસ્ટરનું નામ ખુલ્લીને સામે આવ્યું

  • પોપટ માસ્ટર બીજા અનેક શિક્ષકોને bz સ્કીમમાં રોકાણ કરાવ્યું 


તો મહેસાણામાં અનેક શિક્ષકોએ bz ગ્રુપમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. હવે જ્યારે bz સામે તપાસનો ધમધમાટ શરૂ છે ત્યારે આ શિક્ષકોએ રોકેલા નાણાં પાછા કેવી રીતે મળશે તેના પર સવાલ છે. વિજાપુરના કનુભાઈ નામના શિક્ષકનું મોટા પાયે રોકાણ હોવાનું સામે આવ્યું છે. જો કે આ શિક્ષકો કોણ છે તે તપાસનો વિષય છે.


તો bz ગ્રુપના એજન્ટ ધવલ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે આ વીડિયો જૂનો હોવાનું સામે આવ્યું છે. બાલીના એક મોલમાં ધવલ પટેલ ફરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હાલ ધવલ પટેલનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે CIDના દરોડા પડ્યા ત્યારે ધવલના ઘરે તાળા જોવા મળ્યા હતા. bzના એજન્ટ ધવલને ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘી કાર ગિફ્ટમાં આપી હોવાનું સામે આવ્યું છે. જોવાનું રહ્યું કે હવે પોલીસની તપાસમાં આગળ શું નવા ખુલાસા થાય છે?