પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરત શહેરમાં ATS અને શહેર SOG પોલીસે મોટું ઓપરેશન પાર પાડયું છે. ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાઇવર્ટ કરી સરકારી તિજોરીને મોટો ચૂનો ચોપડવાનો મોટો પર્દાફાશ થયો છે. અડાજણના ઝોયાજ હબ અને વેસુના એક્સુલ્યુટ શોપર્સમાં દરોડા પાડયા હતા. અડાજણ ઝોયાજ હબમાં જિયો 500 લાઈન લઇ કોલ ડાઇવર્ટ કરતા હતા. વેસુના એકસુલટ શોપર્સમાં 250 લાઈન એક્ટિવ કરવી ખેલ કરતો હતો. માર્કેટિંગ અને ગેમિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટરનેશનલ કોલને લોકલમાં ડાયવર્ટ કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડવાના રેકેટનો એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો છે. શહેરના અડાજણ અને વેસુ વિસ્તારમાં બે ઠેકાણે એટીએસ અને સુરત એસઓજીએ દરોડા પાડી જિયોની ૭૫૦ લાઇન થકી કોલ ડાયવર્ટ કરતાં ખાનગી એક્સચેન્જનાં ખેલને ખુલ્લો પાડયો હતો. રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને એવી માહિતી મળી હતી કે, આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરતાં કેટલાક સેન્ટર સુરતમાં ચાલી રહ્યા છે. એટીએસની ટીમ સુરત આવી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા ટેકનિકલ એક્સપર્ટને સાથે રાખી તપાસ કરાઇ હતી. જેમાં અડાજણ પાટીયા વિસ્તારમાં બસ ડેપો બહાર જોયોઝ હબ તથા વેસુમાં એલ્યુલ્ટ શોપર્સ નામનાં બિલ્ડીંગમાંથી આ રેકેટ ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું હતું. પૂરતી માહિતી હાથવગી કર્યા બાદ આ બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં.


અડાજણ બસ ડેપોનાં જોયોઝ હબ બિલ્ડીંગમાં સાતમાં માળે હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાં તપાસ કરાઈ હતી. અહીં તપાસ દરમિયાન જિયો કંપનીની એસઆઈપી લાઇનનો ઉપયોગ કરાતો હોવાનું જણાતા તેના મેનેજરને બોલાવાયો હતો. જિયોના સેલ્સ મેનેજર વિરલ રમેશભાઈ ડોડીયાએ પોલીસને જણાવ્યું હતું કે હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે એસઆઇપી સાઈન સર્વિસ લેવા ભગતસિંહ ઈન્દ્રસિંહ પરમાર  દ્વારા અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કંપનીની રજીસ્ટર ઓફિસ મુંબઇનાં કુર્લામાં હોવાનું તથા તે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં નોંધાયેલી હોવાના દસ્તાવેજ પણ રજુ કરાયા હતા. આ અરજીમાં 250 ચેનલ એટલે કે લાઈનની જરૂરિયાત જણાવાઈ હતી. પુરતાં ડોક્યુમેન્ટ સબમિટ કરાતા તેઓને ૨૭ ઓક્ટોબરનાં રોજ 250 ચેનલ સેટઅપ કરી એસઆઈપી લાઈન ચાલુ કરી અપાઈ હતી. ત્યારબાદ તેઓએ ડિસેમ્બર મહિનામાં વધુ 250 ચેનલનો ઉમેરો સેટઅપમાં કરાવ્યો હતો.


આવી જ રીતે વેસુમાં એફ્યુલ્ટ શોપર્સમાં સન ઇન્ફ્રાસાઇટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા આવું એક્સચેન્જ ચલાવતું હતું. અહીં સોનીપાલ અનુભવ શ્રીવાસ્તવ દ્વારા જીઓ કંપનીમાં અરડી કરી ૨૫૦ ચેનલનું સેટઅપ ઇન્સ્ટોલ કરાવાયું હતું. આ બંને એક્સચેન્જ એવા હતાં કે જેમાં જીઓ દ્વારા સેટ કરાયેલી એસઆઈપી લાઈનવાળી રેન્ડમાં કોઈપણ રીતે વિદેશથી આવતા કોલને અનઅધિકૃત રીતે ભારતમાં ઈચ્છીત ફોન નંબર ઉપર, અનઅધિકૃત લોકલ કોલમાં રાઉટ (ડાયવર્ટ) કરી દેવાતા હતા, આ રીતે ટેલિકોમ સર્વિસ કંપની તથા ભારત સરકારનાં ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન સાથે છેતરપિંડી કરી આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું. આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધી એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


અડાજણમાં હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નામે જિયો પાસે 500 એસઆઈપી લાઇન સેટ કરાવાઈ હતી. એટલે કે અહીં એક સાથે 500 કોલ રિસિવ કરી અને ડાયવર્ટ કરી શકતાં હતાં. આ 500 કોલિંગ લાઈન માટે ૦૨૬૧૩૯૧૦૨૦૦ નંબર જ અપાયો હતો. આ રીતે વેસુ સ્થિત એલ્યુલ્ટ શોપર્સમાં કાર્યરત સન ઈન્ફ્રાસાઈટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને 250 લાઈન સેટ કરી અપાઈ હતી. આ અઢીસો કોલિંગ લાઈનનો એક જ નંબર ૦૨૬૧ ૩૬૨ ૩૫૦૦ આપવામાં આવ્યો હતો.


આ ખાનગી એક્સચેન્જમાં ઇન્ટરનેશનલ જ નહીં ઈન્ટરનેટ કોલને પણ લોકલ કોલમાં ડાયવર્ટ કરાતાં હતાં. આ એક્સચેન્જમાં આવતા કોલને ભારતમાં કોઇપણ નંબર પર ડાયવર્ટ કરવામાં આવે એટલે તે વ્યક્તિનો મોબાઇલ પર લોકલ નંબર ડિસ્પ્લે થતો હતો. આવી લાઇનનો ઉપયોગ જુદી જુદી કંપનીઓના માર્કેટિંગ, જાહેરાતો માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ગેમિંગ અને ગેમ્બલિંગ એપ્લીકેશન માટે પણ આવી લાઈનનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળે છે.
હાલ આ મામલે SOG પોલીસે અડાજણ અને વેસુ વાળી ઓફીસો માંથી આખા નેટવર્કમાં ઉપયોગમાં  લિધેલ CPU, રાઉટર,ડોન્ગલ, મોડેમ કબ્જે કરી કાર્યવાહિ હાથ ધરી છે.