ઉદય રંજન/અમદાવાદ: માત્ર રૂપિયા રૂપિયા 1400 માં ચોરાયેલા કે ગુમ થયેલ મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબર બદલવાનું કૌભાંડ પકડાયું. નહેરુનગર જનપથ કોમ્પ્લેક્ષમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા અને ધોરણ - 10 પાસ યુવાન કે જેણે કોમ્પ્યુટરમાં યુએમટી સોફટવેરની મદદથી ચોરી કરેલી કે ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે આઈએમઈઆઈ નંબર બદલી દેતો હતો. કોણ છે આ શાતિર આરોપી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હોસ્પિટલમાં ફરી રહ્યાં છે બિલાડી- કૂતરા...દર્દીઓના જીવ તાળવે ચોંટ્યો, જાણો કેમ?


પોલીસે ધરપકડ કરેલ આરોપીનું નામ અબ્દુલ ખાલીદ મોહંમદ વસીમ શેખ છે. નહેરૂનગર ખાતે જનપથ કોમ્પલેક્ષમાં મન્નત કોમ્યુનિકેશન નામની મોબાઈલ ફોન રિપેરિંગની દુકાન ધરાવે છે. આરોપી 1400થી માંડી ત્રણથી પાંચ હજાર જેવી નજીવી કિંમતમાં ચોરાયેલા કે ગુમ થયેલ ફોનનો આઈએમઈઆઈ નંબર બદલી આપતો હોવાની બાતમી સાઇબર ક્રાઇમને મળી હતી. પોલીસે બોગસ ગ્રાહક દ્વારા છટકુ ગોઠવી તેની પાસે એક ફોનનો નંબર બદલાવી તેને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી રૂ.1400 થી માંડી પાંચ હજાર રૂપિયા આ કામના બદલામાં લેતો હતો. જેને લઇને સાયબર ક્રાઇમે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.


જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણી લો ખરેખર શું છે વાસ્તવિકતા


અબ્દુલ ખાલીદે અત્યાર સુધી કેટલા મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબર બદલ્યા તે દિશામાં સાઈબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે, જેના માટે તેનું કોમ્પ્યુટર તેમજ યુટીએમ ટૂલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ કરાઈ છે. બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અબ્દુલ ખાલીદે ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે રીલિફ રોડ પર આવેલ મોબાઈલ દુકાનમાં રિપેરીંગનું કામ શીખવા જતો હતો. આરોપીએ ટેકનિકલ કોર્સ કરેલો છે અને તેને સોફ્ટવેરનું જ્ઞાન પણ હતું. 15 વર્ષથી તેણે નહેરુનગર જનપથ કોમ્પ્લેક્ષમાં ભાડાની દુકાનમાં મોબાઈલ રીપેરીંગનું કામ શરૂ કર્યું હતું. તો છેલ્લા ઘણા સમયથી તેણે આ કામ કર્યું હોવાથી આશરે 200થી વધુ ફોનના આઇએમઇઆઇ નંબર બદલ્યા હોવાની પોલીસને શંકા છે.


ગુજરાતમાં આ શું થવા બેઠું છે? સુરતમાં કાદવના જ્વાળામુખી બાદ ફીણવાળું પાણી નીકળ્યું!


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આઇએમઇઆઇ નંબર બદલાતા ફોન માલિકને નુક્શાન થાય છે. ત્યારબાદ પોલીસ તે ચોરાયેલો કે ગુમ થયેલ ફોન ન શોધી શકે તે એક નુક્શાન છે અને બાદમાં આ ફોન સેકન્ડ હેન્ડ વેચી દેવાના નવા ગ્રાહકને આ બાબતની જાણ ન હોવાથી તેને પણ નુકસાન થતું હોય છે. ત્યારે હવે આવા ડેટા અને નંબર શોધવા તથા મુળ માલિકને શોધવા પોલીસ કામે લાગી છે. સોફ્ટવેરના ડેટા પર પણ પોલીસ તપાસ કરી રહી વધુ ગુના હશે તો તેમાં પણ આ આરોપીની ધરપકડ કરાશે.