અમદાવાદ: 260 કરોડના કૌભાંડી વિનય શાહનો બીટ કોઈન લાવવાનો પાક્કા પાયે પ્લાન હોવાનું સામે આવ્યું છે. વિનય શાહે આર્ચર કોઈન લાવવા માટે આર્ચર કેર નામની કંપનીની બ્રાન્ચ ગુજરાતમાં વડોદરા અને રાજકોટમાં ખોલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત તે ગુજરાત બહાર બેંગ્લોર અને ઉત્તરપ્રદેશમાં પણ બ્રાન્ચ ખોલી બીટ કોઈન બજારમાં લાવવાનો પ્લાન કરી રહ્યો હતો. આ સિવાય રોકાણકારોને આકર્ષવા માટે અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટેલમાં પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. જેમાં ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમને બોલાવવામાં આવ્યા હતો.

250 કરોડના કૌભાંડી વિનય શાહની ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં વાયરલ, કરોડો ચૂકવ્યા હોવાનો ઠગનો દાવો


આ પાર્ટીમાં 100થી પણ વધુ લોકો હાજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો, અન્ય એક પાર્ટીમાં 300 જેટલા મેમ્બર ઉપસ્થિત રહ્યાં હતાં. કૌભાંડી વિનય શાહે તેની કંપનીમાં નક્કી કરેલું ટાર્ગેટ પૂર્ણ  કરનાર એજન્ટને દુબઈ, રશિયા, બાલી, મુંબઈના મડાઈલેન્ડની પણ ટૂર કરાવી હતી. હાલ છેતરપિંડીની ફરિયાદ બાદ સમગ્ર કેસની તપાસ CID ક્રાઈમને સોંપી દેવામાં આવી છે. એટલુ જ નહીં કોર ગ્રુપના જે સભ્યો રોકાણકારો પાસેથીવધુ રકમ લાવતા તેમને લેપટોપ સહિતના ગીફટો આપવાનું ચાલુ કહ્યું હતું. 


આમ કોર ગ્રુપના સભ્યો ગિફ્ટના લાલચમાં રોકાણકારોને વધુ રોકાણ કરાવવા માટે ફસાતા ગયા હતા. શેરબજારમાં મોટાપાયે સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું છે જો કે તેનું કોઈ ડિમેટ એકાઉન્ટ હજુ સુધી સીઆઈડી ક્રાઈમને મળતું નથી. બેંગ્લોર, વડોદરા અને યુપીમાં બ્રાન્ચો ખોલી રાખી હતી.સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, જુદી-જુદી ટીમો બનાવીને તપાસ ચાલી રહી છે. આ તપાસમાં એફએસએલના અધિકારીઓ અને સાયબરના નિષ્ણાતોને સાથે રાખવામાં આવ્યા છે. હવે બેંકના સ્ટેમેન્ટ આવે ત્યારે જ ખબર પડી શકે કે કેટલું રોકડમાં રોકાણ થયું અને કેટલું બેન્ક મારફતે રોકાણ થયું.

વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટું કૌભાંડ, ફેરવ્યું કરોડો રૂપિયાનું ફૂલેકું


રોકાણકારોના નાણાંથી જલસા કરતા વિનય શાહ અને ભાર્ગવી શાહે તેના કોર ગ્રુપના 175 સભ્યોને ગિફ્ટમાં ગોલ્ડના કોઈન આપ્યા હતા. જેમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે કામ કરનાર એજન્ટને અન્ય ગિફ્ટો આપવામાં આવી હોવાનું સીઆઈડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું છે.


બાદમાં સીઆઈડી ક્રાઈમે વિનય શાહના પાલડી અને થલતેજ સ્થિત આવેલી બે ઓફિસ સિવાય શહેરમાં અન્ય જગ્યાએ ખોલેલી ઓફિસ સીલ કરી કમ્પ્યુટર, રોકડ રકમ સહિતના દસ્તાવેજ જપ્ત કર્યાં છે. આર્ચર કેર કંપનીમાં ભાર્ગવી શાહ પણ ડાયરેકટર હતી તેનું આઈડીબીઆઈ બેંકમાં ખાતું ધરાવે છે. આ બેંકના ખાતામાંથી ભાર્ગવી શાહ નાસી ગઈ તેના ત્રણ દિવસ પહેલા રૂ.૩૦ લાખ રોકડા ઉપાડી લીધા હોવાનું સીઆઈડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યુ છે.