આ વિસ્તારોમાં તૂટી પડશે મેઘો! ગુજરાતમાં મેઘરાજાનો શરૂ થશે `ઘાતક સ્પેલ`, આ આગાહીથી ઉડશે ઉંઘ!
Gujarat Weather Forecast: દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હતી. જેમાં આજે 10 જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે.
Gujarat Weather Forecast: અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હતી. જેમાં આજે 10 જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે.
ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. આ આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન પણ થઈ ગયું છે. ત્યારે હવે આજે 10 જાન્યુઆરીએ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે કહ્યું કે આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે, તેના બાદ ઠંડી ઘટશે.
9 જાન્યુઆરીએ મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદમાં મન મૂકીને ધોધમાર વરસાદ આવ્યો છે. છોટાઉદેપુર, દાહોદ, સુરત, નવસારી, આણંદ, વરસાદ, ડભોઈ, પંચમહાલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે 10 જાન્યુઆરીની શું આગાહી છે તે જોઈએ.
10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
પંચમહાલમાં વરસાદ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે મૂળાની કાપડી, ગજાપુરા, કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ લવારીયા, કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં પાક સાચવવા દોડધામ મચી હતી. ઘાસચારો ખુલ્લામાં હોવાથી ખેડૂતોએ ઢાંકવા કર્યો પ્રયાસ પરંતુ કેટલોક ઘાસચારો પલળી ગયો છે. ઘઉંના પાકને હાલ રાહત છે, જ્યારે તુવેર કપાસ અને સૂકા ઘાસચારામાં નુકશાનની ભીતિ છે. મોડી રાત્રે અને વહેલી સવારે ભારે ઝાપટા સાથે કમોસમી વરસાદ બાદ હાલ પણ વાદળછાયું વરસાદી વાતાવરણ છવાયું છે.
દાહોદમાં વરસાદ
દાહોદ શહેર સહિત લીમખેડા ઝાલોદ ગરબાડા પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દાહોદ શહેરમાં વીજળીના કડાકા સાથે વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આ કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે,
આણંદમાં વરસાદ
આણંદમાં મધ્યરાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર આણંદ પંથકમાં મધ્ય રાત્રે કમોસમી વરસાદ તૂટી પડ્યો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. આ વરસાદને કારણે શાકભાજી, બટાકા, તમાકુના પાકને નુકશાનની ભીતિ છે.
સુરતમાં વરસાદ
સુરત જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો. ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો. સ્યાદલા, કારેલી, મૂળદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેથી વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા છે. વરસાદ વરસતા વાતાવરણ વધુ ઠંડુ બન્યું છે. તો બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ વધી.
વડોદરામાં વરસાદ
વડોદરાના ડભોઇમાં પણ ધોધમાર વરસાદે પધરામણી કરી. કમોસમી વરસાદ થતાં ઠંડીમાં એકાએક વધારો થયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસી રહ્ય છે. વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. આ કારણે આ પંથકના કપાસ, દિવેલા, તુવેર જેવા પાકોમાં નુકશાનની ભીતિ છે.
છોટાઉદેપુરમાં વરસાદ
મંગળવારે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળ છાંયું વાતાવરણ હતું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાવીજેતપુરમાં હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વધુ વરસાદ વરસે તો ઘાસચારો તેમજ ખેતીમાં નુકસાનની ભીતિ છે. ભર શિયાળામાં તાલુકામાં વરસાદી માહોલ આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આ પંછકના તુવર, મકાઈ, કપાસના પાકમાં નુકસાનની ભીતિ છે.