આ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી લેટેસ્ટ માહિતી
ગુજરાતમાં એક તરફ શિતલહેર જોવા મળી રહી છે. લોકો ઠંડી સહન કરી રહ્યાં છે. હવે રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે. આ માટે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્કુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવશે.
આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
ગુજરાતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ-દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
9 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદન આગાહી
9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.
આ પણ વાંચોઃ બોરસદમાં લોહીની નદી વહી : અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવકોને એકસાથે વિદાય અપાઈ
10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube