ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના એક ખાનગી સ્કૂલ સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી છે. શિક્ષિકાએ પ્રેમ સંબધ રાખવાની ના પડતા ઘરમાં ઘુસીને ગાલ પર બચકા ભર્યા અને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલે શિક્ષિકાની ફરિયાદના આધારે રામોલ પોલીસે સ્કૂલ સંચાલકની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદમાં 17 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર, આ યાદીમાં તમારો વિસ્તાર છે કે નહીં ચેક કરો...


ઘટના કંઇક એવી છે કે, અમરાઇવાડીમાં રૂપાબા વિદ્યાલયના સંચાલક પારકો મુદલીયાર એક શિક્ષિકાના પ્રેમમાં પડ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ સંચાલકે શિક્ષિકાને પ્રેમ સંબંધ રાખવા અને વોટ્સએપ પર વાત કરવા માટે દબાણ કર્યું હતું. પરંતુ શિક્ષિકાએ પ્રેમ સ્વીકારવાની ના પડતા બલદો લેવા સંચાલક શિક્ષિકાના ઘરે પહોંચી ગયો હતો અને હેવાનીયત ભર્યું કૃત્ય કર્યું. એક તરફી પ્રેમમાં રોમીયો એટલો અંધ થઈ ગયો હતો કે, તેણે મહિલા શિક્ષિકાના ગાલ પર બચકા ભર્યા અને તેને માર માર્યો હતો. કારણ કે, શિક્ષિકાએ તેના પ્રેમનો અસ્વીકાર કર્યો હતો.


આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે AMCનો મહત્વપૂર્ણ નિર્ણય, શરૂ કરાઇ કોરોના ઘર સેવા: સંજીવની વાન' સેવા


અમરાઈવાડીમાં આવેલી રૂપાબા વિદ્યાલયમાં અઢી વર્ષ પહેલા શિક્ષિકા તરીકે મહિલા જોડાઈ હતી અને તે સ્કૂલના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતો હતો. છેલ્લા થોડા સમયથી સ્કૂલના સંચાલક પારકો મુદલીયારએ સ્કૂલમાં શિક્ષિકા એકાંતમાં હોય ત્યારે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. વોટ્સએપ અને કોલ કરીને શિક્ષિકાને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ શિક્ષિકા તરફથી કોઇ જવાબ નહી મળતા સંચાલે છેડતી કરવાનું શરૂ કર્યું હતું. રામોલપ પોલીસે શિક્ષિકાની ફરિયાદ બાદ આરોપી સંચાલકની ધરપકડ કરી છે.


આ પણ વાંચો:- અબ્દુલ મુસ્તાક શેખનું 38 વર્ષની વયે હાર્ટ એટેક આવતા મોત


રામોલ પોલીસે છેડતીના કેસમાં આરોપી સ્કૂલ સંચાલક પારકો મુદલીયારની ધરપકડ કરી છે. આરોપી અન્ય કોઇ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હતો કે નહીં તે અંગે પોલીસ આરોપીના મોબાઇલ અને વોટ્સએપ ચેટની તાપસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube