હનિફ ખોખર/ જૂનાગઢ: શાળાનું વેકેશન ખુલતા જ ભૂલકાઓ ભણતરમાં વ્યસ્ત બન્યા છે પરંતુ જૂનાગઢના એક વિદ્યાર્થી માટે ચોટલી જ મુસીબતનું કારણ બની છે. વાત કંઈક એવી છે કે જૂનાગઢની આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 8 માં પ્રવેશ લેનારા વિદ્યાર્થી શ્યામ હરણની ચોટલી મોટી હોવાથી શાળા સંચાલકે તે કપાવીને સ્કૂલે આવવા સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ પરત લઇ જવાનું કહેવામાં આવતા વિવાદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં ધોરણ 8માં પ્રવેશ લેનાર શ્યામ સેજાભાઇ હરણ નામના વિદ્યાર્થીની ધાર્મિક વિધિ માટે ચોટલી રાખવામાં આવી છે જે મોટી છે. આ ચોટલી વિદ્યાર્થી માટે મુશ્કેલીનું કારણ એટલે બની કે આલ્ફા સ્કૂલના સંચાલક જી. પી. કાઠી એ શ્યામ ને બોલાવી સાફ કહી દીધું કે તારે શાળાએ આવવું હોય તો આવતીકાલથી તારી ચોટલી કપાવીને આવજે નહીંતર તારું લિવિંગ સર્ટીફિકેટ લઇ જાજે.

ઇન્ડીયન નેવી પાર પાડ્યું 'ઓપરેશ નિસ્ટાર', 38 ગુજરાતીઓને યમનથી બચાવ્યા 


તે ઉપરાંત વિદ્યાર્થીના કાકાને પણ શાળાના સંચાલકે ફોન કરીને કહ્યું કે તમારા ભત્રીજાને ચોટલી કાપીને ભણવા મોકલશો, જૂનાગઢની નામાંકિત આલ્ફા સ્કૂલના સંચાલક દ્વારા આ પ્રકારની વિચિત્ર સતામણીના કારણે હરણ પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો અને તેમને આ બાબતે મીડિયાને જાણ કરી હતી. તેમને પરિવારનું કહેવું છે કે અમે માનતાની ચોટલી રાખી છે અને જ્યારે માનતા પુરી થાય તે પછી જ ચોટલી કાપી શકાય.


વિદ્યાર્થીને ચોટલી કાપીને શાળાએ આવવાની ધમકી આપનાર આલ્ફા સ્કૂલના સંચાલક જી. પી. કાઠી ભાજપના મોટા નેતા છે અને માંગરોળ સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂક્યા છે. આ ઘટના અંગે આલ્ફા સ્કૂલના સંચાલક જી. પી. કાઠી નો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે આવું કઈ છે નહિ આતો બીજા છોકરાઓ ચોટલીવાળા વિદ્યાર્થીની મસ્કરી ના કરે તે માટે ચોટલી સરખી કરી સ્કૂલે આવવાનું કહ્યું હતું.

ગુજરાત ભાજપના નેતાએ કહ્યું; 'આર.એસ.એસ. કોંગ્રેસને આંખમાં કણાંની જેમ ખૂંચે છે' 


ચોટલી કાપવાની સતામણી અંગે શાળા સંચાલક અને આચાર્ય અલગ અલગ વાત કરે છે. જ્યારે આચાર્ય બહેનને બંધ કેમેરા સામે સત્ય હકીકત પૂછવામાં આવી ત્યારે તેમને સત્ય હકીકત કહી કે હા અમારા સંચાલકે વિદ્યાર્થીને કહ્યું હતું કે કે ચોટલી કપાવી નાખ અને કાં તો લિવિંગ સર્ટિફિકેટ પરત લઈ જા. જો ચોટલી કાપી નાખવાના આ વિવાદ અંગે શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધતા તેમને પણ ગોળ ગોળ જવાબ આપી જણાવ્યું કે અમે સંચાલકનો સંપર્ક કરતા તેમને આવું કંઇ ન થયું હોવાનું જણાવતા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવાની થતી નથી.  


નીતિશાસ્ત્ર માટે જેને આજે પણ યાદ રાખવામાં આવ્યા છે તેવા ચાણક્યની ચોટલી ( શિખા) આ જ તેમની ઓળખ હતી. હિન્દૂ શાસ્ત્રમાં શિખાનું ખુબ મહત્વ છે ત્યારે એક વિદ્યાર્થીની ચોટલી જ તેની મુસીબતનું કારણ બની છે. છતાં શાળા સંચાલક અને વાલીઓના વિરોધાભાષી નિવેદન ચર્ચામાં છે જોકે હવે આ વિદ્યાર્થીને શાળા માં ભણવા ચોટલી કપાવવી નહીં પડે પણ આ ઘટના લોકોમાં ચર્ચાનું કારણ બની છે.