ગાંધીનગરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારે શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં 14 અને 15 જૂને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ ગ્રામ્ય શાળામાં જઈને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવશે. શહેરી વિસ્તારમાં આ આયોજન 22 અને 23 જૂને કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુરૂવાર (14 જૂન)એ સાબરકાંઠા જિલ્લાના લાંબડીયા ગામની શાળામાં પ્રવેશોત્સવ કરાવશે. તો બીજીતરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણા જિલ્લાના ગામોમાં શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે. આ વર્ષે 32780 પ્રાથમિક, 1123 સરકારી માધ્યમિક અને 5157 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાવાનો છે. 


આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્યના તમામ મંત્રીઓ, બોર્ડ નિગમના અધિકારીઓ, આઈપીએસ, આઈએએસ, આઈએફએસના અધિકારીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાઈને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે. 


રાજ્ય સરકારે આ વખતે પ્રાથમિક શાળા ઉતરાંત ધોરણ-9માં પ્રવેશતા વિદ્યાર્થીઓનો પણ પ્રવેશોત્સવ હાથ ધર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2002-2003થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.