અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં આજે સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં બપોરના સુધીમાં 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે જ અમદાવાદમાં ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદને કારણે પડેલા આવા જ એક ખાડામાં એક સ્કૂલ બસ ફસાઈ હતી. જેમાઁથી 20 બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા.


અમદાવાદ : જે વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા હતા, તેના ડ્રાઈવરની ધરપકડ કરાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં બાળકોને ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક ઘટનાઓ બની રહી છે. ચાલુ સ્કૂલ વાનમાંથી 3 બાળકો પડવાનો બનાવ હજી ગઈકાલનો છે, ત્યાં સ્કૂલ બસને આજે અકસ્માત નડ્યો હતો. હજી તો પહેલા વરસાદમાં જ અમદાવાદ રન્ના પાર્ક પાસે એક ખાડો પડ્યો હતો. આ ખાડામાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. 
બસના આગળના ટાયર ખાડામાં ફસાયા હતા. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ 20 બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 


રન્નાપાર્ક વિસ્તારમાં બસ પસાર થતા સમયે રોડ બેસી જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્કૂલ બસની મદદે AMCનો સંલગ્ન સ્ટાફ તો ન પહોંચ્યો. તેથી બસ બહાર કાઢવા JCB પણ સ્વખર્ચે બોલાવવાની ફરજ પડી. સ્થાનિકોએ ૨૫૦૦ રૂપિયા આપીને JCB મશીન બોલાવી બસ બહાર કઢાવી હતી.


ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પહેલા વરસાદમાં જ ઠેકઠેકાણે ભૂવા પડેલા જોવા મળી રહ્યાં છે. ગત વર્ષે આજ જગ્યાએ ભૂવો પડ્યો હતો. ત્યારે શહેરમાં સતત પડી રહેલા ભૂવા એએમસીની નબળી પ્રિ-મોન્સૂન કામગીરીને સાબિત કરે છે. ગત વર્ષે આજ જગ્યાએ ભુવો પડ્યો હતો. ગયા વર્ષે આ ખાડામાં ઓગણજ સેન્ટ મેરી સ્કૂલની બસ ફસાઈ હતી, જેમાં 22 બાળકો સ્કૂલ બસમાં સવાર હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :