Vadodara News : સંસ્કારી નગરીને વડોદરાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ વાનમાં જતી 14 વર્ષની વિધાર્થીની સાથે 54 વર્ષનો વાન ચાલક શારીરિક અડપલા કરતો હતો. વાન ચાલક અન્ય વિદ્યાર્થીઓને પહેલા તેમના ઘરે ઉતારી દેતો અને બાદમાં વાનમાં છેલ્લા એકલી રહેલી વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઇ તેની સાથે શારીરિક અડપલા કરતા હતો. વિદ્યાર્થિની સાથે અવારનવાર વાન ચાલક દ્ધારા શારિરીક અડપલા કરવામાં આવતા વિદ્યાર્થિની ડરી ગઈ હતી. પરિવારને સ્કૂલ વાહન ચાલકની કરતૂતોની જાણ થતા તેના વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 54 વર્ષીય સ્કૂલ વાન ચાલક ગોપાલસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીનીનું ઘર છેલ્લુ હોવાથી તે વાનમાં એકલી રહેતી
વડોદારના વાસણા ભાયલી વિસ્તારમાં રહેતા પરિવારની 14 વર્ષની દીકરી સ્કૂલ વાનમાં શાળાએ આવતી જતી હતી. સયાજીગંજ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણ આ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતો અને આવતો. તેની વાનમાં અન્ય વિદ્યાર્થીઓ પણ બેસતા હતા. પરંતું આ તમામ વિદ્યાર્થીઓ પહેલા ઉતરી જતા અને 14 વર્ષીય વિદ્યાર્થીનીનું ઘર છેલ્લું હોવાથી તે સૌથી છેલ્લા વાનમાંથી ઉતરતી. 


ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે એવો તો શું જાદુ કર્યો કે, ભરશિયાળે આંબા પર કેરીઓ આવી


વિદ્યાર્થીનીએ હિંમત કરીને પરિવારને જાણ કરી 
ત્યારે 54 વર્ષીય વાનચાલકને દાનત બગડી હતી. તેણે 14 વર્ષની માસુમ સગીરા પર દાનત બગાડી હતી. અન્ય વિદ્યાર્થીઓ વાનમાંથી ઉતરી જતા, તો તે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો. વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઈ તે તેને સ્પર્શ કરતો. ત્યારે વાન ચાલકની આ હરકતથી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી. તેણે હિંમત કરીને નાના-નાની અને યોગ શિક્ષકને તેની જાણ કરી હતી. આમ, પરિવારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેના બાદ વાન ચાલકની ધરપકડ કરીને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 


અમદાવાદમાં થશે અસલી દંગલ : પહેલીવાર WWE જેવી કુશ્તી ઘરઆંગણે જોવા મળશે