Gujarat School: શિયાળા પહેલા અમદાવાદ શહેર DEO એ તમામ શાળાઓએ પરિપત્ર જાહેર કર્યો છે. ઠંડીની સીઝનમાં હવેથી વિદ્યાર્થીઓએ જે તે શાળાએ નક્કી કરેલી દુકાનથી કે પછી નક્કી કરેલ પેટર્નના સ્વેટર કે ગરમ કપડા પહેરવાની જરૂર નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

135 લોકોના મોતના આરોપી જયસુખની મોદક તુલા કરાઈ; પાટીદારોના કાર્યક્રમમાં થયો વિવાદ!


કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો મળતા શિક્ષણ રાજ્યમંત્રીએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે. જે પણ શાળાઓ મનમાની કરશે અને વિદ્યાર્થીઓને ગરમ કપડા નિયત દુકાનથી કે નિયત પેટર્નના પહેરવાની ફરજ પાડશે તેમના વિરુદ્ધ RTE એક્ટ હેઠળ મોટી કાર્યવાહી થશે.


ઠંડીથી હરખાતા નહીં! ખાડીમાં ઉભું છે તોફાન, આ વાવાઝોડું ફરી ગુજરાતના વાતાવરણને કરશે..


શિયાળો શરૂ થતા જ અમદાવાદ શહેર DEO એ શાળાઓ માટે જાહેર કરેલા પરિપત્ર વાલીઓ માટે રાહતજનક છે. આ જ મુદ્દે આજે જ પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં અમદાવાદની શાળાઓએ ચોક્કસ કલરના જ સ્વેટર પહેરી લાવવાનો શાળાઓ આગ્રહ નહીં રાખી શકે. શિયાળો શરૂ થતા જ અમદાવાદ શહેર DEOએ શાળાઓ માટે પરિપત્ર કર્યો છે. 


દીકરાની વહુ સાથે અફેર હતું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે...


શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમ કપડા પહેરવામાં છૂટછાટ આપવા પરિપત્ર કર્યો છે. વિદ્યાર્થી ઘરેથી જે કોઈ ગરમ કપડા પહેરી આવે એને માન્ય રાખવાના રહેશે. શાળાએ ફરજિયાતપણે ચોક્કસ સ્વેટર જ પહેરી લાવવા દબાણ ના કરવું. શાળાના ગણવેશમાં સ્વેટર હોય તો ચોક્કસ જગ્યાએથી ખરીદવા આગ્રહ ના કરવો. શાળાઓ નિયમનો ભંગ કરશે તો RTE એક્ટ હેઠળ કાર્યવાહી થશે.  


તમારે બાકી છે? આધારથી પાન લિંક ના કરનાર લોકોના દંડથી ઉભરાઈ સરકારની તિજોરી, આ રીતે...