23મી તારીખથી નહી ખુલ્લે શાળા-કોલેજ, કોરોનાની સ્ફોટક સ્થિતી જોતા નિર્ણય પરત ખેંચ્યો
કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતા વધારે સમયથી રાજ્યનું તમામ શિક્ષણ લગભગ બંધ છે. જો કે ગુજરાત સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લાગી ગઇ હતી. 23મી તારીખે શાળાઓ ખોલવા માટેનો આદેશ પણ આપી દીધો હતો. શાળાઓ કઇ રીતે ચલાવવી તે અંગેની SOP પણ જાહેર કરી દીધી હતી. જો કે કોરોનાની ફરી વિકટ થયેલી સ્થિતીને જોતા સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો છે.
અમદાવાદ : કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતા વધારે સમયથી રાજ્યનું તમામ શિક્ષણ લગભગ બંધ છે. જો કે ગુજરાત સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લાગી ગઇ હતી. 23મી તારીખે શાળાઓ ખોલવા માટેનો આદેશ પણ આપી દીધો હતો. શાળાઓ કઇ રીતે ચલાવવી તે અંગેની SOP પણ જાહેર કરી દીધી હતી. જો કે કોરોનાની ફરી વિકટ થયેલી સ્થિતીને જોતા સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો છે.
23 તારીખથી શાળાઓ ખોલવાનાં આદેશને પરત લેતા સરકારે આગામી આદેશ સુધી શાળાઓ બંધ જ રાખવા માટેનો નિર્ણય લીધો છે. તમામ મહાનગરોમાં કોરોના વિસ્ફોટનાં પગલે સરકાર દ્વારા શાળાઓ બંધ રાખવા માટેની સુચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદમાં 60 કલાક સુધી સતત કર્ફ્યું અને ત્યાર બાદ રાત્રી કર્ફ્યુંની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા દિવાળી બાદ કોલેજો અને ધોરણ 9થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા માટે તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોવિડ 19 માટેની નવી ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવશે. જેને જોતા દિવાળી બાદ તુરંત જ કોલેજો શરૂ થાય તેવી શક્યતાઓ છે. કોલેજો બાદ તબક્કાવાર શાળાઓના વિવિધ વિભાગો પણ શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમીક, ત્યાર બાદ માધ્યમીક અને ત્યાર બાદ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube