અમદાવાદ : કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદ હવે જ્યારે ફરી એકવાર શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે, એવામાં રાજ્યના જુદા જુદા ભાગોના બનેલા આગના બનાવોને કારણે શાળાઓમાં આગ લાગે ત્યારે જરૂરી ફાયરની સુવિધાઓ તેમજ ફાયર NOC શાળાઓ પાસે છે કે નહીં તે મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આગ લાગે ત્યારે કૂવો શોધવાની કેટલાકને આદત હોય છે, તે મુજબ દર વખતે રાજ્યના કોઈ ભાગમાં આગનો બનાવ બને ત્યારબાદ તંત્ર હરકતમાં આવતું હોય છે. તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવતો હોય છે. ભૂતકાળમાં સુરતના ટ્યુશનમાં આગ લાગવાને કારણે કેટલાક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ તે સમયના અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડે દ્વારા અમદાવાદમાં ચાલતા તમામ ટ્યુશન - કલાસીસ તેમજ શાળાઓમાં ફાયરની સુવિધા તેમજ NOC છે કે નહીં તે અંગે તપાસનો અહેવાલ તૈયાર કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ અપાયો હતો. પરંતુ કેટલી શાળાઓ અપાશે ફાયરની સુવિધા કે NOC નથી એનો જવાબ આપવાનું તંત્ર હમેશા ટાળતું રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પ્રભારી ગુજરાત પ્રવાસે: પેટા ચૂંટણીમાં તમામ બેઠકો કોંગ્રેસની જીત નક્કી


આખરે હવે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી સંદર્ભે ફાયર વિભાગને રીઓરત રજૂ કરવાની ફરજ પડી હતી. રિપોર્ટ મુજબ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં ખૂબ જ ચિંતાજનક ખુલાસો સામે આવ્યો છે. જે મુજબ રાજ્યની મોટાભાગની શાળાઓ પાસે ફાયરની સુવિધા કે NOCનો અભાવ હોવાનું કહેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં અંદાજે 1 હજાર શાળાઓમાંથી 542 પાસે ફાયર NOCનો અભાવ હોવાનો રિપોર્ટ ફાયર વિભાગ દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયો છે. તો અમદાવાદ ગ્રામ્ય હસ્તકની અંદાજે 900 શાળાઓમાંથી 197 જેટલી શાળાઓમાં પાસે ફાયર NOC ના હોવાનું ખુલ્યું છે.


70 કિલો ગાંજા સાથે બે વ્યક્તિઓની ધરપકડ, આ રીતે ભાવી પેઢીને કરતા હતા બરબાદ


જ્યારે અમદાવાદ ગ્રામ્યની લગભગ 220 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવવા માટે પ્રક્રિયા ચાલુ કર્યાની સ્પષ્ટતા ફાયર વિભાગે હાઇકોર્ટમાં રિપોર્ટના માધ્યમથી કરી છે. આ સિવાય સુરતની વાત કરીએ તો સૌથી ચોંકાવનારો રિપોર્ટ હાઇકોર્ટમાં સબમિટ થયો છે. જે મુજબ સુરતમાં 1428 શાળાઓમાંથી 887 શાળાઓ ફાયર NOC વિના જ ધમધમી રહી છે. વાલીઓ પાસેથી હજારો - લાખોની ફી વસુલતી શાળાઓ બાળકો પ્રત્યે કેટલી લાપરવાહ છે તે ફાયર NOC વગર ધમધમી રહેલી શાળાઓના આંકડાઓ પરથી જ સ્પષ્ટ થાય છે. કેટલીક શાળાઓ છે કે, જયાં નિયમ મુજબ ફાયર વિભાગની ટીમ NOC પણ આપી શકે તેવી સ્થિતિમાં નથી હોતું તેવું પણ ફાયર વિભાગના અધિકારીઓ જણાવે છે, તો શાળાને પરવાનગી આપતી વખતે ફાયર સહિતની સુવિધાઓ અંગે કેમ મૌન સેવી લેવામાં આવે છે. શાળાઓ ચલાવવાની પરવાનગી આપી દેવાય છે એ અંગે પણ કેટલાક અધિકારીઓમાં રોષ જોવા મળે છે.


ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા


ભૂતકાળ જોતા એકવાત સ્પષ્ટ છે કે, તંત્ર પાસે તપાસ કરવાનો એટલો સમય નથી કે સમયાંતરે ફાયરની સુવિધાને લઈ અચાનક તપાસ કરવામાં આવે અને જેની પાસે જરૂરી સુવિધા કે NOC ના હોય ત્યારે તરત જ કાર્યવાહી કરે. પરંતુ વર્ષો જૂની પરંપરા મુજબ જુદા જુદા કારણોથી સમયાંતરે તપાસ થતી નથી. આગ લાગે ત્યારે તપાસ થાય છે અને ગેરકાયદેસર ચીજો ધમધમતી હતી તેવું જાહેર થાય છે અને લોકોને બીજાની ભૂલોને બદલે જાનની કિંમત ચૂકવવાનો વારો આવતો રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube