મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદીઓ માટે ગરમીમા રાહત આપતો નિર્ણેય શહેર પોલીસ લેવા જઈ રહી છે. જે નિર્ણય છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો. કાળઝાળ ગરમીમા જેનાથી વાહન ચાલકોને આંશિક રાહત મળશે. અને હવે તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામાથી પણ મુક્તિ મળશે. શહેર પોલીસનો શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય લેવાની છે. પોલીસ અધિકારીઓના અભિપ્રાય બાદ સિગ્નલ બંધ રાખવાનો નિર્ણેય લેવામા આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતને મોતિયા મુક્ત કરવા માટેનું અભિયાન, આરોગ્યમંત્રીએ રાષ્ટ્રીય સ્તરે હાંકલ કરી


બપોર 1 વાગ્યા પછી ગરમીનુ પ્રમાણ વધતા વાહન ચાલકોને તડકામા સિગ્નલ પર ઊભા રહેવાના કારણે મુશ્કેલીઓ વધે છે. લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસે બપોરના સમયમા સિ્ગનલ બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે. અભિપ્રાય બાદ ટુંક સમયમા સિગ્નલ બંધ રાખવાનો નિર્ણેય લેવામા આવશે. ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાના નિર્ણેયથી કાળઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જકસનો પર બપોરે સિંગનલ બંધ રહેશે.


ગુજરાતમાં ડ્રગ્સ, હથિયારો બાદ હવે વિસ્ફોટકોની ભરમાર, કરોડોનાં કેમિકલની ચોરી થઇ ગઇ પણ...


જેથી તડકામાં સિગ્નલ પર ઉભુ ના રહેવું પડે તે માટે માનવતા દાખવીને પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વનુ છે કે ઉનાળામાં રસ્તે જતા વાહન ચાલકો ડીહાઇડ્રેશનને કારણે પડી જવાના કિસ્સાઓમાં સામે આવતા આ નિર્ણય લેવાની વિચારણ કરવામા આવી હતી. હવે અમલીકરણ કરાશે. મહત્વનુ છે કે, ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાનો નિર્ણેય લીધો છે. આ નિર્ણેયથી વાહન ચાલકોને ઉનાળાની કાતીલ તડકાથી રક્ષણ મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube