સપના શર્મા, અમદાવાદઃ ગુજરાત સહિત દુનિયાના માથે તોળાઈ રહ્યુ છે મોટું સંકટ... દરિયાની વધતી સપાટી નોંતરી શકે છે મોટી હોનારત... જો આજે ચિંતા નહીં કરીએ તો આવતા વર્ષોમાં ડૂબી જશે ગુજરાતના અનેક... ગુજરાતના લોકો પર કઈ છે દરિયાઈ હોનારત, જોઈએ આ અહેવાલમાં...  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં સૌથી મોટો અને લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. ત્યારે આગામી વર્ષો અને દાયકાઓમાં આ જ લાંબો દરિયા કિનારો ચિંતાજનક સ્થિતિ ઉભી કરે એવી કુદરતી પરિસ્થિતિ આકાર લઈ રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, તાજેતરમાં ભારત સરકારે એવો ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો છે કે, છેલ્લા દસકા દરમ્યાન આ દરિયાના સ્તરમાં અભૂતપૂર્વ અને તીવ્ર ગતિએ તેમાં વધારો નોંધાઈ રહ્યો છે. મંદગતિએ આપણા તરફ આવતુ આ જોખમ એક સમયે અનેક ગામને પોતાની અંદર સમાવી લેશે. 


ઋતુચક્ર અને બદલાતા તાપમાનની ગુજરાતના દરિયાકાંઠા પર વિપરિત અસર થઈ રહી છે. વર્ષ 2018ના સંશોધન મુજબ ગુજરાતનો દરિયાકાંઠો 27.6 ટકાના દરે ધોવાઈ રહ્યો છે. એટલે કે ગુજરાતના 1945.60 કિમી લાંબા દરિયાકિનારામાંથી 537.5 કિમી વિસ્તારમાં દરિયાનું પાણી આવી ચુક્યુ છે. દરિયાની સપાટી વધતાં હવે ગુજરાતના દરિયા કિનારા પર જોખમ વધ્યુ છે અને ગુજરાતનો દરિયાકાંઠો ધોવાઈ રહ્યો છે.  સમગ્ર વિશ્વમાં ઋતુચક્રમાં થઈ રહેલા ફેરફાર તેમજ વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. એક રીતે આપણે આ સમસ્યાને ગ્લોબલ વોર્મિંગની અસર કહી શકીએ. 


આ પણ વાંચોઃ આગામી 1 મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાન શરૂ થશે 


મોત બની આગળ વધતો દરિયો
ગુજરાતના દરિયાકાંઠાનું 27.6 ટકાના દરે ધોવાણ
દરિયાકાંઠાના 537.5 કિમી વિસ્તારમાં દરિયાઈ પાણી ઘૂસ્યા
દરિયાની સપાટી વધતાં ગુજરાતના દરિયાકાંઠે જોખમ વધ્યું


હિન્દ મહાસાગરનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યુ છે. જો આવી જ સ્થિતિ રહી તો આવતા અમુક દાયકામાં દેશનું પાટનગર ગણાતા મુંબઈ સહિત ગુજરાતના દરિયાકાંઠાના અનેક ગામોને આ દરિયો ગળી જશે. દરિયાની જળસપાટી વધવા પાછળના અનેક કારણો છે. જેના પર નજર કરીએ તો જળવાયું પરિવર્તનને કારણે દુનિયાભરમાં દરિયાની જળસપાટીમાં ફેરફારો થઈ રહ્યા છે એટલે કે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ગ્લૅશિયર અને બરફ આચ્છાદિત સપાટી પીગળી રહી છે અને પીગળીને બનેલું પાણી દરિયામાં સમાઈ રહ્યું છે જેના કારણે જળસ્તર વધી રહ્યું છે. તો સતત વધી રહેલા તાપમાનને કારણે દરિયો ગરમ થઈ રહ્યો છે અને તેના કારણે મહાસાગરોનું પ્રમાણ વિસ્તરી રહ્યું છે. જેથી વધારે વિસ્તારોમાં દરિયો ફેલાઈ રહ્યો છે. 


આ પણ વાંચોઃ અમદાવાદની પ્રતિષ્ઠિત સ્કૂલે વધારાની એક્ટિવિટીના નામે વાલીઓ પાસે માંગ્યા લાખો રૂપિયા


દરિયાઈ જળસપાટી વધવાનું કારણ 
જળવાયું પરિવર્તનને કારણે જળસપાટીમાં ફેરફાર
ગ્લૅશિયર અને બરફ આચ્છાદિત સપાટી ઓગળવાથી
સતત વધતા તાપમાનના મહાસાગરોનું પ્રમાણ વિસ્તર્યુ


મેન્ગ્રોવના જંગલ બનશે વરદાન? 
ગુજરાત સહિત 11 રાજ્યો પર જ્યારે દરિયાઈ પાણીનું સંકટ દેખાઈ રહ્યુ છે ત્યારે આ સંકટને ટાળવા માટે જો કોઈ રામબાણ ઈલાજ હોય તો તે છે મેન્ગ્રોવના જંગલ. જીહા, આ એ જ જંગલ છે જે મોત બનીને આગળ વધતા દરિયાઈ પાણીને અટકાવશે. ભારતમાં બંગાળના સુંદરવનના મેન્ગ્રુવ જંગલ વિશ્વ પ્રસિદ્ધ છે. આ જંગલમાં ૫૦ માળની વનસ્પતિ થાય છે તેના મૂળ કાદવ કીચડમાંથી જમીન તરફ ફેલાય છે. સમુદ્ર કાંઠાના તીવ્ર પવનો, ક્ષારવાળા વાતાવરણ અને ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં રહેલી આ વનસ્પતિ ભરતી સમયે સમુદ્રના જોરદાર મોજાનો પણ સામનો કરે છે. પરંતુ કમનસીબી એ કે આપણે ઓધોગિકરણ વધારવા માટે દરિયાકાંઠાના આ મેન્ગ્રોવના જંગલો પણ નાશ કરવા લાગ્યા છીએ. 


આ પણ વાંચોઃ કાનભા ગોહિલના 5 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે ડમીકાંડમાં વધુ પાંચ લોકોની કરી ધરપકડ


ગ્લોબલ વોર્મિંગના લીધે ગ્રીનલેન્ડ અને ઉત્તરીય ધ્રુવનો બરફ પીગળતા સમૃદ્રની સપાટી વધી રહી છે. 2050 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ત્યારે જેમ જેમ ગરમી વધશે તેમ તેમ બરફ પીગળતા દરિયાનું પાણી વધશે. જેની સીધી અસર દરિયાકાંઠા રહેતા લોકો પર થશે. આ પ્રક્રિયા ખૂબ ધીમે ચાલી રહી છે, પરંતુ મક્કમ ગતિએ વધી પણ રહી છે. ત્યારે હાલ ભલે આ સમસ્યા ચિંતાનો વિષય ન હોય પરંતુ જો આગામી સમય પર વિષય પર ચર્ચા નહીં થાય તો મોટી હોનારત થવાનું નક્કી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube